ગાંધીનગર: ગુજરાત સરકારનું 2019-20નું સામાન્ય બજેટ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નિતિન પટેલ 'વોટ ઓન એકાઉન્ટ' બાદ પૂર્ણ બજેટ રજૂ કરશે. ફેબ્રુઆરીમાં તે 64,00 કરોડ રૂપિયા વધુની રકમના 'વોટ ઓન એકાઉન્ટ' લાવ્યા હતા, જોકે ચાર મહિના માટે હતું. હવે બાકીના આઠ મહિનાનું ખર્ચ-વિવરણ બજેટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ નવી યોજનાઓ સાથે-સાથે બજેટની વિભાગોમાં ફાળવણી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 જુલાઇએ બજેટ, ફરીથી સત્ર સમાપ્ત થશે તો 20 બેઠકો થશે
લોકસભાની ચૂંટણી બાદ રજૂ થનાર બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સરકાર રાજ્યના સાડા ચાર કરોડ લોકો માટે બજેટમાં નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. એવી સંભાવનાઓ છે કે જીએસટી ઉપરાંત અન્ય ટેક્સમાં ફેરફાર કરવામાં આવશે. આ બજેટ સત્રમાં સરકાર બજેટ વિધેયકને રજૂ કરશે. 25 જૂલાઇના રોજ જ્યારે સત્ર પુરૂ થશે ત્યારે સત્ર દરમિયાન કુલ 20 બેઠકો થશે. 

આજે ગુજરાતનું બજેટઃ ખેડૂતો, દિવ્યાંગો અને રોજગાર અંગે વિશેષ જાહેરાતની સંભાવના


વિધાનસભાના 14મા સત્રમાં કોંગ્રેસ ખાસ સ્ટ્રેટજી
વિધાનસભાના 14મા સત્ર માટે કોંગ્રેસે ખાસ સ્ટ્રેટજી બનાવી છે. કોંગ્રેસ આ સત્રમાં સરકારી વિભાગોના ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવી શકે છે અને સરકારનો ઘેરાવો કરી શકે છે. સત્ર દરમિયાન બિન સરકારી કામો ત્રણ  દિવસ સુધી ચાલશે. બજેટ પર સામાન્ય ચર્ચા ચાર દિવસ સુધી થશે, વિભાગોની માંગ પર ચર્ચા બાર દિવસ સુધી ચાલશે અને છેલ્લા દિવસે પ્રસ્તાવોનું સંચાલન કરવામાં આવશે. 
ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિકમાં


રાજ્ય વિધાનસભામાં છે ભાજપના 1000 સભ્ય
રાજ્ય વિધાનસભામાં ભાજપના 100 સભ્ય છે અને કોંગ્રેસની સંખ્યા 71 છે. હાલમાં સાત સીટો ખાલી છે. રાજ્યના નાણામંત્રી નિતિન પટેલ ગત વર્ષે 1.83 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોઇ ટેક્સ લગાવવામાં આવ્યો ન હતો. એટલું જ નહી આ ઉપરાંત કોઇ ટેક્સ રાહત પણ આપવામાં આવી નહી, ફક્ત પરમીટ યુક્ત વિદેશી દારૂ મોંઘો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં નિતિન પટેલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું, જેમાં નાણામંત્રી કૃષિ, જળ, સંસાધન, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષા, સામાજિક વિકાસ, કાયદો અને વ્યવસ્થા અને નર્મદા વિકાસ પર ભાર મુક્યો. 

બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું


જ્યારે આવક મર્યાદાને વધારવામાં આવી
એપ્રિલ-મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ, રાજ્ય સરકારે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગરીબો, આદીવાસીઓ, ખેડૂતો અને અન્ય વર્ગના લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં મા અને મા વાત્સલ્ય યોજનામાં નવા 15 લાખથી વધુ પરિવારોને લાભ પહોંચાડવા માટે આવક મર્યાદાને વધારવામાં આવી હતી. 
ગુજરાત બજેટ 2019: શું કહી રહ્યા છે તજજ્ઞો? જાણો


બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન
નિતિન પટેલના બજેટનું કદ 2019-20 માં 1,91,817 કરોડ રૂપિયા હતું અને તેમણે વિધાનસભામાં ચાર મહિનાના ખર્ચ માટે 63,939 કરોડ રૂપિયાની રકમ રજૂ કરી હતી.  2019-20 દરમિયાન 1548895.00 કરોડના સરકારી ખજાના અને 145022.40 કરોડના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તે સમયે નાણામંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે નવા પ્રોજેક્ટ પર ખર્ચનું વિવરણ અને નવી યોજનાઓ જુલાઇમાં રજૂ કરવામાં આવશે જેને પૂર્ણ બજેટમાં રાખવામાં આવશે. વધતા જતા ખર્ચ મુજબ બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.