બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું
નાયબ મુખ્યમંત્રી ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં 20 એવી મહત્વપૂર્ણ જાહેરાતો હતી જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે 4 માર્ચે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.
Trending Photos
કિંજલ મિશ્રા: નાયબ મુખ્યમંત્રી ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં 20 એવી મહત્વપૂર્ણ જાહેરાતો હતી જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે 4 માર્ચે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.
1. દરિયાના પાણીને મીઠું બનાવવું માટે દરિયા કિનારે 8 ડી સેલીનેશન પ્લાન્ટ ppp ધોરણે સ્થાપવામાં આવશે
2. ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે
3. રોજગારી સર્જન, મોંઘવારીને કાબુમાં રાખવા જેવી વગેરે જેવી બાબતોમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે તથા ધોલેરા ખાતે 5000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનાવીને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવશે
4. દુકાળગ્રસ્ત 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાયની સરકારે ચુકવણી કરી
5. વરસાદ ખેંચતા ખેડૂતોમાં પાક બચાવવા ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવી જેમાં સરકારને 436 કરોડનું ભારણ
6. 96 તાલુકાના 23 લાખ જેટલા ખેડૂતો અને પશુપાલકોને 2285 કરોડના સહાય પેકેજનું ચુકવણું
7. 19 પશુ ધન વસ્તી ગણતરીમાં ગુજરાત 15.36 %નો વધારા સાથે પ્રથમ ક્રમે
8. વૈશ્વિક બજારમાં દૂધના પાવડરની માંગ ઓછી થઇ ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ભાજપની સરકારે દૂધના ભાવો જાળવી રાખવા પશુપાલકો અને ખેડૂતો માટે રૂ.300 કરોડની જોગવાઇ કરી
9. સૌની યોજનામાં 11,216 કરોડનો ખર્ચ કરાયો
10.જામનગર, ભાવનગર, રાજકોટમાં 35 જળાશયો અને 100 થી વધુ ચેકડેમનું આયોજન કરાયું
11. સરકારે નિર્ણય કર્યો છે કે હવે “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના ગુજરાતના ૬૮ લાખ લાભાર્થી પરિવારોને ૩ લાખ રુપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ ૫ લાખ રુપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.
12. આશા ફેસિલેટર બહેનોના મહેનતાણમાં 2000 રૂપિયાનો વધારો
13. વિધવા પેંશન યોજનાની રકમ 1000 થઈ, 5 વધારીને 1250 કરાઈ. સ્વ 2 લાખ વિધવા લાભાર્થી બહેનો ને મળશે લાભ
14. રાજયની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન રૂ. ૭૨૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક વેતન રૂ. ૩૨૦૦ આપવામાં આવે છે, તેમાં રૂ. ૪૫૦નો વધારો કરી માસિક રૂ. ૩૬૫૦ આપવામાં આવશે
15. બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડની ફાળવણી કરાઈ
16. વર્ગખંડોને સમૃદ્ધ કરવા માટે 1 લાખ 13 હજાર કરોડ ખર્ચ કરાયો
17. ડ્રોપ આઉટ રેશિયોમાં ધટાડો ધોરણ 1 થી 5માં 1.42 ટક ડ્રોપ આઉટ દર નોંધાયો
18. મધ્યાહન ભોજન પાછળ1780 કરોડનો ખર્ચ
19. 443 પાંજરાપોળ સહિત ગૌશાળાઓમાં પશુઓ માટે 40.84 કરોડ સહાયની રકમની ચુકવણી કરાઈ
20. ભાજપ સરકારે માછીમારોને અપાતી સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે તથા વલસાડ જિલ્લામાં નવું મત્સ્ય વિતરણ કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે