Gujarat Investment In Uttar Pradesh : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિ અને પ્રદેશમા આવેલા મોટા બદલાવ બાદ ગુજરાતના રોકાણકારોએ યુપીમાં રોકાણક રવા માટે મહોર લગાવી દીધી છે. આ અંગે એમઓયુ કરવામા આવ્યા. જેમાં 22 રોકાણકારોએ 38 હજાર કરોડના રોકાણ પર હસ્તાક્ષર (એમઓયુ) કર્યા. આ એમઓયુ બાદ ઉત્તર પ્રદેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે 50 હજારથી વધુ રોજગારીની તકો મળશે. આ ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઈન્વેસ્ટમેન્ટ આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજધાની લખનઉમાં આયોજિત થનારા યુપી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2023 માં થશે. ત્યારે આ બધાનો શ્રેય ગુજરાતના એક આઈએએસ ઓફિસરને જાય છે. ગુજરાતની જેમ જ ઉત્તરપ્રદેશના વિકાસની ઊંચાઈ પર લઈ જવાનો ટાસ્ક આ આઈએએસ ઓફિસરને સોંપાયો છે, જેથી હવે આ ઓફિસર ગુજરાતીઓને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આતુર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ IAS ઓફિસરનું નામ છે એકે શર્મા. આ એ જ ઓફિસર છે, જેઓનો વાઈબ્રન્ટ સમિટમાં ડંકો વાગતો હતો. વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતમાં કરોડોનું રોકાણ લાવવામાં એકે શર્માનો મહત્વનો ફાળો છે. તેથી જ તેઓ મોદી સરકારની ગુડબુકમાં છે. હાલ એકે શર્મા રિયાયર્ડ છે, અને ઉત્તર પ્રદેશમાં મંત્રી છે. ત્યારે હવે તેઓ ઉત્તરપ્રદેશ અને ગુજરાતનું જોડાણ કરી રહ્યાં છે. સાથે જ તેઓ પ્રધાનમંત્રી મોદીનુ સપનુ પણ સાકાર કરી રહ્યાં છે. 


આ પણ વાંચો : 


ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા


ગુજરાતના ખેડૂતોની સ્થિતિ ધરતીમાં સમાઈ જવા જેવી, રવિવારે 29 જિલ્લામાં કમોસમી વરસાદ


કહેવાય છે કે, પીએમ મોદી દ્વારા એકે શર્માને મહત્વની જવાબદારી સોંપવામા આવી છે. જેમાં યુપીમાં પણ ગુજરાતની જેમ રોકાણ લાવવાનું છે. તેમાં શર્મા સાહેબને ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે સારો એવો ઘરોબો છે. અત્યાર સુધી તેઓ 40 હજાર કરોડનું રોકાણ યુપીમાં ખેંચીને લઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આ રોકાણ વધે તો નવાઈ નહિ. સમયનું પાસું એવ બદલાયું કે, આ અધિકારી એક સમયે ગુજરાત માટે બહારથી રોકાણકારોને લાવતા હતા તે જ અધિકારી આજે મંત્રી બની ગયા પછી ગુજરાતના રોકાણકારોને યુપીમાં ખેંચી જાય છે. વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ શરુ થઈ ત્યારથી સળંગ 10 વર્ષ સુધી ગુજરાતના IAS એ કે શર્માનો દબદબો હતો.


બાગપતમાં અમૂલ લગાવશે મિલ્ક પ્લાન્ટ
રોડ પહેલા બિઝનેસ ટુ ગર્વનમેન્ટ મીટિંગનો દોર ચાલ્યો હતો. આ દરમિયાન ત્રણ ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળથી યુપીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની નીતિ, તક વિશે માહિતી મેળવી. તથા રાહત અને છૂટછાટ વિશે પણ માહિતી મેળવી. જેના બાદ રોકાણકારોએ એમઓયુ ફાઈનલ કર્યા હતા. સૌથી મોટો એમઓયુ ગુજરાતની નામચીન ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા કરવામા આવ્યા છે, જે 25 હજાર કરોડ રૂપિયાનું છે. આ સાથે જ અમૂલ ઈન્ડિયાએ યુપીના બાગપતમાં નવો મિલ્ક પ્લાન્ટ લગાવવા માટે 900 કરોડના એમઓયુ કર્યા છે. તો 9 એમઓયુ એક હજાર કરોડ કે તેના વધુના રહ્યા છે. કુલ મળીને 22 એમઓયુ 38 હજાર કરોડ રૂપિયાથી વધુના સાઈન કરાયા છે.  


આ પણ વાંચો : Google માં છટણી વચ્ચે મોટા સમાચાર, CEO સુંદર પિચાઈનો જ પગાર કપાશે