ગુજરાતના ખેડૂતોની સ્થિતિ ધરતીમાં સમાઈ જવા જેવી, રવિવારે 29 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો

Unseasonal Rain Gujarat : ખેડાના મહેમદાવાદમાં પડ્યો છૂટો છવાયો વરસાદ.....  મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યા......કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ ધરતીમાં સમાઈ જવા જેવી, રવિવારે 29 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાના વાતવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી કેટલાય જિલ્લામાં ગાજવીજ સાથે છુટા છવાયા કમોસમી વરસાદના છાંટા પડી રહ્યાં છે. તો કેટલાક જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબકે છે. આ કારણે ભર શિયાળામાં વરસાદી માહોલથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ત્યારે હવામાન ખાતાના અપડેટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 29 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો છે.

બનાસકાંઠાના જિલ્લાના સરહદી વિસ્તારમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે. થરાદ સહિત સરહદી પંથકમાં ધુમ્મસ છવાતા વિઝીબિલિટી ઘટી છે. વાહન ચાલકો વાહનોની લાઈટો ચાલુ રાખી વાહનો ધીમેથી પસાર કરવા મજબૂર બન્યા છે. 
 

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં રવિવારે કમોસમી વરસાદ નોઁધાયો. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. જેમાં કાંકરેજ તાલુકાના શિહોરી, થરા અને ભીલડીમાં માવઠું થયું. હવામાન વિભાગની આગાહીના પગલે  પાલનપુર, ડીસા અને વડગામ પંથકમાં વરસાદી માવઠું નોંધાયું. જેથી ખેડૂતોના રાયડુ, ઘઉં વરિયાળી એરંડા જેવા અનેક પાકને નુકસાનની ભીતિ છે. તો પાવી જેતપુરમાં કમોસમી વરસાદનું ઝાપટું નોંધાયું. પાવી જેતપુરમાં માવઠું વરસતા રોડ રસ્તા ભીના થયા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે પાવી જેતપુરમાં પણ માવઠું પડ્યું. શિયાળામાં માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું નોંધાયું. ગોંડલ તાલુકાના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું. હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ પંથકમાં વરસાદી માવઠું નોંધાયું. રવિવારે શહેરના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news