Harley Davidson એ બનાવ્યું હતું માત્ર એક જ સ્કૂટર મોડલ, જાણો કેમ દુનિયા આ સ્કૂટરની છે દિવાની!
Harley Davidson: 1950ના દાયકામાં બનેલી હાર્લી-ડેવિડસનની આ બાઈકની થઈ રહી છે હરાજી, જાણો શું કામ ખાસ છે આ બાઈક.
નવી દિલ્હીઃ કોણે અનુમાન લગાવ્યું હશે કે મોટરસાઇકલ બનાવવા માટે પ્રખ્યાત અમેરિકન વાહન નિર્માતા કંપની હાર્લી-ડેવિડસને(Harley Davidson) 1950ના દાયકામાં હોન્ડા સાથે સ્પર્ધા કરવા માટે હાર્લી-ડેવિડસન ટોપર(Harley Davidson Topper) નામનું સ્કૂટર બનાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, કંપનીએ માત્ર 5 વર્ષ માટે આ સ્કૂટરનું ઉત્પાદન કર્યું હતું, જે ઉત્પાદનની સંખ્યા કરતા ઘણું ઓછું હતું. હવે, આ ભૂતકાળના યુગનું સ્કૂટર ફરી એક વખત સમાચારોમાં છે કારણ કે તે મેકમની લાસ વેગાસ મોટરસાયકલ્સ 2022ની હરાજીમાં તેનું વેચાણ થઈ રહ્યું છે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
દમદાર છે આ સ્કુટર-
રિપોર્ટ અનુસાર, સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર, ફ્લેટ-માઉન્ટેડ 2-સ્ટ્રોક એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન માત્ર 5થી 9 હોર્સપાવર જનરેટ કરે છે. જો કે, હરાજી સાઈટ અનુસાર, તે સ્પષ્ટ નથી કે હાર્લી-ડેવિડસન ટોપરના ત્રણમાંથી કયા મોડેલ હરાજી માટે જશે. સ્કૂટરમાં 20 ઈંચનું પાછળનું વ્હીલ આપવામાં આવ્યું છે, અને તેને ક્રોમ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પુલ સ્ટાર્ટ કોર્ડ મળે છે.
ઈતિહાસ બન્યુ સ્કુટર-
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ માહિતી પીરિયડ મોટરસાઈકલ મેગેઝીનમાં મળી છે. સ્કૂટરમાં હાર્લી-ડેવિડસન બાઈક ચલાવવાનો રોમાંચ ન હોઈ શકે, પરંતુ તેનો રેટ્રો લુક એ લોકો માટે ફાયદાના સોદો છે જે ઓટોમોબાઈલ ઈતિહાસ સાથે સંબંધિત કોઈપણ વસ્તુને પસંદ કરે છે. અને તેનું ફાઇબર ગ્લાસ અને સ્ટેમ્પ્ડ-સ્ટીલ નિર્માણ સ્કૂટરને 1960ના દાયકાની અનુભૂતિ આપે છે.
ક્યારે થશે હરાજી-
જોકે, હાર્લી-ડેવિડસન દ્વારા આપવામાં આવતી પ્રોડક્ટની સરખામણીમાં આ સ્કૂટર આજે રોમાંચ આપી શકતું નથી. પરંતુ તે ચોક્કસપણે એક એવું વાહન છે જે તે સમયે બનાવવામાં આવ્યું હતું અને તેથી મોટરસાઈકલ પ્રેમીઓ માટે આ હરાજી એક દુર્લભ તક છે જે હંમેશા ટુ વ્હીલરમાં રસ ધરાવતા હોય છે. મેકમનું લાસ વેગાસ મોટરસાયકલ 2022 25 જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને 29 જાન્યુઆરી સુધી ચાલશે.
રેટ્રો થીમ ચાલુ રાખીને, હીરો મોટોકોર્પે તાજેતરમાં કહ્યું હતું કે પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશવાના પ્રયાસમાં રેટ્રો સ્ટાઈલ સાથે ભારતમાં હાર્લી-ડેવિડસન મોડલ લોન્ચ કરવા માટે તે સખત મહેનત કરી રહી છે. આપને જણાવી દઈએ કે આ અમેરિકન ટુ-વ્હીલર ઉત્પાદકે ગયા વર્ષે ભારતમાં વેચાણ અને ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેણે હીરો મોટોકોર્પ સાથે ભાગીદારીની જાહેરાત કરી.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube