TD signs deal with Indian bank HDFC: એચડીએફસી બેંક અને ટીડી બેંક ગ્રૂપ (TD)એ આજે કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડવા માટે તેમની વચ્ચેના સંબંધોને વિસ્તારવાની જાહેરાત કરી હતી. આ કરારની સાથે જ ટીડી બેંક અને એચડીએફસી બેંકે એક નવા રેફરલ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. એચડીએફસી બેંક કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ટીડી બેંકના ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસી પ્રોગ્રામ માટે રીફર કરશે, જેની મદદથી વિદ્યાર્થીઓ કેનેડા સરકારના સ્ટુડેન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સ્ટડી પર્મિટ પાથવેનું સરળતાથી પાલન કરી શકશે. આ રેફરલ પાર્ટનર્શિપ બંને બેંકો વચ્ચેના વર્તમાન સંબંધો પર થઈ આધાર રાખીને થઈ છે, જેમાં ટીડી બેંક કેનેડિયન ડૉલર ક્લીયરિંગ માટે વર્ષ 2015થી એચડીએફસી બેંકના મુખ્ય કૉરેસ્પોન્ડેન્ટ બેંકિંગ પાર્ટનર તરીકે સેવા આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપથી સ્ટડી પર્મિટ મેળવવા માટેની કેનેડા સરકારની જરૂરિયાતોના ભાગ રૂપે વિદ્યાર્થીઓએ નાણાકીય સપોર્ટનો પુરાવો પૂરો પાડવાનો રહે છે અને આ જરૂરિયાતને પાર્ટિસિપેટિંગ કેનેડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી ગેરેન્ટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) દ્વારા પૂરી કરી શકાય છે. ટીડી ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસી પ્રોગ્રામની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે, તે વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે ખાતા ખોલાવવામાં તથા તેમને તેમના સ્ટડી વિઝા અને નિર્વાહખર્ચની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થાય.


એચડીએફસી બેંક એ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં બેંકના વિતરણ નેટવર્કમાં 3,872 શહેરો/નગરોમાં 8,091 શાખાઓ અને 20,688 એટીએમનો સમાવેશ થતો હતો. ટીડી બેંક કેનેડાની બીજી સૌથી મોટી બેંક છે અને એસેટ્સના સંદર્ભમાં તે ઉત્તર અમેરિકાની છઠ્ઠી મોટી બેંક છે તથા સમગ્ર વિશ્વમાં 2.75 કરોડ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. ટીડી બેંક કેનેડામાં 1,000થી વધારે શાખાઓ ધરાવે છે, જેના સલાહકારો હિંદી, પંજાબી, તામિલ, ગુજરાતી અને ઉર્દુ સહિતની 80થી વધારે ભાષાઓ બોલે છે.


એચડીએફસી બેંકના રીટેલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપત કુમારએ જણાવ્યું હતું કે, ‘અમારું ફૉકસ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટેની પ્રક્રિયામાં મદદરૂપ થવા પર છે. કેનેડા એ એક અગ્રણી એજ્યુકેશન માર્કેટ છે અને ટીડી બેંક સાથેના અમારા સંબંધનો ઉદ્દેશ્ય કેનેડામાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઈ)એ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.’


એચડીએફસી બેંકના રીટેલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે, ‘કેનેડામાં અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને તેમની સ્ટડી પર્મિટની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થઈ શકાય તે માટે આ સહયોગ સાધવામાં આવ્યો છે. આ વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવેલો પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરતી વખતે તેમના રહેવાના અનુભવને સુધારવા માટે નાણાકીય લાભની વ્યાપક રેન્જ પણ પૂરી પાડે છે.’વર્ષ 2023માં 4,25,000થી વધારે ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં એક્ટિવ સ્ટડી પર્મિટ ધરાવતા હતા, જે આ ભારતને કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો ટોચનો સ્રોત બનાવે છે.


ટીડી બેંક ગ્રૂપના કેનેડિયન પર્સનલ બેંકિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી સોના મહેતાએ જણાવ્યું હતું કે, ‘અમે એચડીએફસી બેંક સાથેના અમારા સંબંધોને વિસ્તારવાની અને જે વિદ્યાર્થીઓ અહીં તેમનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યાં છે, તેમને જે લાભ પૂરાં પાડવામાં આવશે, તેની જાહેરાત કરીને ખૂબ જ રોમાંચિત છીએ. અમારી વચ્ચેના આ સંબંધો વિસ્તરવાને પગલે એચડીએફસી બેંક અને ટીડી બેંક એ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડી શકશે કે જેનાથી વિદ્યાર્થીઓ કેનેડિયન બેંકિંગના માહોલને સરળતાથી અપનાવી શકશે. અમે આ વિદ્યાર્થીઓનું તેમની આ અભ્યાસયાત્રામાં સ્વાગત કરીએ અને તેમને સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. અમે એ સમજી શકીએ છીએ કે, વિદ્યાર્થીઓ જ્યારે વિદેશમાં ભણવા જાય છે, ત્યારે તેમણે ઘણું બધું મેનેજ કરવું પડતું હોય છે અને આ સહભાગીદારી મારફતે અમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ તથા સુગમતા, મૂલ્ય અને ટીડી જેના માટે જાણીતી છે, તે વિશ્વસનીય સલાહ આપવા માંગીએ છીએ.’


ટીડી ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસી પ્રોગ્રામ વિદ્યાર્થીઓને આ સેવાઓ પૂરી પાડશેઃ


•ટીડી ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસીઃ
o જીઆઇસીની રચના અરજી કરવાની સરળ ઓનલાઇન પ્રક્રિયા મારફતે એસડીએસ પ્રોગ્રામની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે.
o વિદ્યાર્થીઓએ અરજી કરવાની કોઈ ફી ભરવાની રહેતી નથી.
o વિદ્યાર્થીઓ કેનેડામાં આગમન પહેલાં જ તેમના જીઆઇસી પર વ્યાજ કમાવાનું શરૂ કરી શકશે.


• ટીડી સ્ટુડન્ટ ચેકિંગ એકાઉન્ટઃ તે વિદ્યાર્થીઓ માટે રચવામાં આવેલું એક ચેકિંગ એકાઉન્ટ છે, જેની કોઈ માસિક પ્લાન ફી નથી (23 વર્ષના થાય ત્યાં સુધી અથવા તો ફૂલ-ટાઇમ પોસ્ટ-સેકન્ડરી એજ્યુકેશનમાં નોંધણીના પુરાવાની સાથે), અમર્યાદિત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે અને વધારાના લાભ પણ પ્રાપ્ત થાય છે.


• એક્સક્લુસિવ વન-ટાઇમ ક્રેડિટઃ એચડીએફસી બેંકના ગ્રાહકોને તેમના ટીડી ખાતામાં તેમના પ્રથમ વાયર પેમેન્ટને કવર કરવા માટે ફીમાં છુટ મળશે.


એકવાર વિદ્યાર્થી કેનેડામાં આવી જાય તે પછી તેમને સુગમતા, મૂલ્ય અને ટીડી જેના માટે જાણીતી છે તે વિશ્વસનીય સલાહનો લાભ મળશે. આ પ્રોગ્રામ હેઠળના લાભમાં સમાવિષ્ટ છેઃ


• ઍક્સેસિબલ બેંકિંગઃ ટીડી બેંક કેનેડાની અન્ય કોઈ બેંકની સરખામણીએ વધુ કલાકો સુધી કામ કરે છે, જેની સમગ્ર દેશમાં 1,000થી પણ વધારે શાખાઓ છે અને તેના સલાહકારો 80થી વધુ ભાષાઓ બોલે છે. તેની બેંકિંગ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે તેમજ ટીડી એપની મદદથી આંગળીના ટેરવે તેને ઍક્સેસ કરી શકાય છે.


• સલાહ આપવા માટે હંમેશા તત્પરઃ વિદ્યાર્થીઓને તેમના રોજબરોજના ખર્ચાઓને મેનેજ કરવા પર સલાહ જોઇતી હોય કે તેમણે લાંબાગાળાનું નાણાકીય આયોજન કરવું હોય, ટીડીના સાથીદારો હંમેશા તેમને મદદરૂપ થવા માટે તૈયાર હોય છે, શાખા ખાતે અને ફોન પર પણ.


• ટીડી ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ બેંકિંગ પૅકેજઃ વિદ્યાર્થીઓ જ્યારે તેમનું ટીડી સ્ટુડેન્ટ ચેકિંગ એકાઉન્ટ ખોલે ત્યારે તેઓ 635 કેનેડિયન ડૉલર મેળવી શકે છે.