HDFC Bank New Rules : જો તમે HDFC બેંકના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા કામના છે. HDFC બેંક તરફથી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામ બદલી દેવાયો છે. નવા નિયમ 1 ઓક્ટોબર, 2024 થી લાગુ થશે. નવા બદલાવ અનુસાર, HDFC બેંકે સ્માર્ટબાય પ્લેટફોર્મ પર એપ્પલ પ્રોડક્ટ માટે રિવોર્ડ પોઈન્ટના રિડમ્પ્શનને એક પ્રોડક્ટ દરેક કેલેન્ડર ત્રિમાસિક સુધી સિમિત કરી દીધું છે. તેના અનુસાર, કેટલાક અન્ય બદલાવ બેંક તરફથી કરવામાં આવ્યા છે. પહેલા તમે ત્રિમાસીકમાં અનેક  Apple પ્રોડક્ટ ખરીદી સક્તા હતા. આ બદલાવ સ્માર્ટબાય પ્લેટફોર્મ પર લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્ડ પર લાગુ થશે બદલાવ
HDFC બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, HDFC બેંક સ્માર્ટબાય પોર્ટલ પર, એપ્પલ પ્રોડક્ટ હાંસિલ કરવા માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનના દરેક ત્રિમાસિક માટે એક પ્રોડક્ટ સુધી સીમિત કરી દેવાયું છે. આ બદલાવ 1 ઓક્ટોબર, 2024 થી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કેલેન્ડર ત્રિમાસિક એપ્રિલથી જુન, જુલાઈથી સપ્ટેમ્બર, ઓક્ટોબરથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી માર્ચ સુધીનું હોય છે. તે માત્ર ઈન્ફિનિયા (Infinia) અને ઈન્ફિનિયા મેટલ કાર્ડસ (Infinia Metal Cards) પર લાગુ થાય છે. 


મારી નાંખશે આ મોંઘવારી! કપાસિયા, સિંગતેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો, કમરતોડ


તનિષ્કના વાઉચર માટે આ નિયમ
HDFC બેંક તરફથી કહેવામાં આવ્યું કે, જો તમે HDFC બેંક સ્માર્ટબાય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તનિષ્કના વાઉચર લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે દર ત્રણ મહિને માત્ર 500000 રિવોર્ડ પોઈન્ટ સુધી જ ઉપયોગ કરી શકો છો. તેનાથી વધુ પોઈન્ટ તમે એક ત્રિમાસિકમાં તનિષ્ક વાઉચર ખરીદવા માટે ઉપયોગ કરી શક્તા નથી. આ નિયમ 1 ઓક્ટોબર, 2024 થી લાગુ થશે. પરંતું આ નિયમ માત્ર ઈન્ફિનિયા અને ઈન્ફિનિયા મેટલ કાર્ડ પર લાગુ થશે. જો તમારી પાસે તેમાંથી કોઈ કાર્ડ છે, તો તમે આ નિયમ અંતર્ગત આવશે. 
 
આ પહેલા 1 ઓગસ્ટે પણ HDFC બેંકે કેટલાક નિયમોમાં મોટા બદલાવ કર્યા હતા. 1 ઓગસ્ટથી લાગુ કરાયેલાબ દલાવમાં HDFC બેંકે ક્રેડિટ કાર્ડથી જોડાયેલા નિયમો અનુસાર, CRED, Cheq, MobiKwik અને Freecharge જેવા એપ્સથી ભાડાનું પેમેન્ટ કરાવવા પર ટ્રાન્ઝેક્શનની રકમ પર 1 ટકા ચાર્જ લગાવ્યો છે. આ ચાર્જ વધુમાં વધુ 3000 રૂપિયા સુધીનો રહેશે. 


સરકારના એક નિર્ણયથી વધી ગયા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ, પામોલિન પણ હવે સસ્તુ ન રહ્યું