Credit Card રાખનારા સાવધાન! ગ્રાહકોના ખાતામાંથી જબરદસ્તી પૈસા ઉપાડી રહી છે દેશની આ Bank!
HDFC બેન્ક સાથે જાડાયેલો કેસ સામે આવ્યો છે, જેમાં બેન્કના એક ગ્રાહક સાથે અનધિકૃત રીતે ક્રેડિટ કાર્ડના લોનના નામ પર 56763 રુપિયા કાપવામાં આવ્યા. જ્યારે, ગ્રાહકે કોઈ ક્રેડિટ કાર્ડ માટે અપલાઈ જ નહોતો કર્યું. દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેન્ક HDFC આ દિવસોમાં સમાચારોમાં છે. પહેલાં છેતરપિંડીના આરોપમાં કેટલાક કર્મચારીઓની ધરપકડની ચર્ચા અને ત્યારે, હવે વધુ એક ઘટના સામે આવી છે.
નવી દિલ્હીઃ HDFC બેન્ક સાથે જાડાયેલો કેસ સામે આવ્યો છે, જેમાં બેન્કના એક ગ્રાહક સાથે અનધિકૃત રીતે ક્રેડિટ કાર્ડના લોનના નામ પર 56763 રુપિયા કાપવામાં આવ્યા. જ્યારે, ગ્રાહકે કોઈ ક્રેડિટ કાર્ડ માટે અપલાઈ જ નહોતો કર્યું. દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેન્ક HDFC આ દિવસોમાં સમાચારોમાં છે. પહેલાં છેતરપિંડીના આરોપમાં કેટલાક કર્મચારીઓની ધરપકડની ચર્ચા અને ત્યારે, હવે વધુ એક ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ, HDFC બેન્કે એક ક્રેડિટ કાર્ડના કથિત લોનને ચુકાવવા માટે એક ગ્રાહકના એકાઉન્ટમાંથી 56,763 રુપિયા ઉપાડી લીધા હતા. જે માટે ગ્રાહકને પુછવામાં આવ્યું ન હતું.
વગર અપ્લાઈ કર્યે મળ્યો ક્રેડિટ કાર્ડ:
આ કેસ ગુરુગ્રામ બ્રાન્ચનો છે. જ્યાં, બેન્કે એક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપ્યો, જે ગ્રાહકને મળ્યો પણ ગ્રાહકે તેનો કોઈ દિવસ ઉપયોગ નહતો કર્યો. વર્ષ 2014-15 માટે બેન્કે ગ્રાહકને 14,500 રૂપિયાનું બિલ મોકલવાનું શરૂ કર્યું. આ કાર્ડ માટે ગ્રાહક કોઈ દિવસ માંગ નહોતી કરી, તેમ છત્તાં તેના નામે કાર્ડ ઈશ્યું કરાયો હતો. જ્યારે, આ ઘટના અંગે ગ્રાહકે પુછતાછ કરી ત્યારે બેન્ક તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
ક્રેડિટ કાર્ડ નષ્ટ કર્યા બાદ પણ આવ્યા સ્ટેટમેન્ટ:
જે બાદ ગ્રાહકે બ્રાન્ચ મેનેજર સાથે વાતચીત કરી હતી. જ્યાં, તેમને કાર્ડને નષ્ટ કરવા અને ચેન્નઈ કાર્યલય મોકલવા માટે જણાવવામાં આવ્યું. ગ્રાહકે બ્રાન્ચ મેનેજરની નજર સમક્ષ જ કાર્ડ ડિસ્ટ્રોય કર્યો હતો. જોકે, ત્યારબાદ પણ તેમને સ્ટેટમેન્ટ આવતું રહ્યું. કંટાડીને ગ્રાહકે બેન્કના ચેરમેન આદિત્ય પુરીને પણ મેઇલ કર્યો હતો. ત્યાંથી પણ આ વાતનું કોઈ સમાધાન ના આવ્યું.
પૉલિસીની અમાઉન્ટમાંથી કાપી લીધા ક્રેડિટ કાર્ડ બિલના પૈસા:
2021માં બેન્કે ફરીવાર ગ્રાહકને હેરાન કરવાનું શરૂ કર્યું અને તેમને ક્રેડિટ કાર્ડ બિલ માટે બોલાવવામાં આવ્યા. બેન્ક દ્વારા ગ્રાહકને લીગલ નોટીસ પણ મોકલવામાં આવી. જાણવા મળી રહ્યું છે કે, ગ્રાહકની એક પૉલિસી પણ હતી અને તેના મેચ્યોર થતાં જ બેન્કે ગ્રાહકના ખાતામાંથી 56,763 રૂપિયા કાપી લીધા.
સમયાંતરે ગ્રાહકને પરેશાન કરતું રહ્યું બેન્ક:
RBI ગાઈડલાઈન મુજબ બેન્ક લોનની ચુકવણી માટે સેવિંગ્સ ખાતામાંથી પૈસા કાપવાની બેન્કને અનુમતિ નથી. આ લોન એક ક્રેડિટ કાર્ડથી થઈ છે અને તે સેવિંગ્સ ખાતાથી અલગ છે.