HDFC Business Credit Card: એચડીએફસી બેંકે દ્વારા નાના વેપારીઓ એટલે કે એસએમઇ માટે ચાર નવા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે. આ ક્રેડિટ કાર્ડસ માટે વેપારીઓ અને એસએમઇ સેક્ટર સાથે જોડાયેલા લોકો જ એપ્લાય કરી શકે છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે  આ ક્રેડિટ કાર્ડ 4 વેરિયેન્ટમાં ઉપલબ્ધ થશે - બિઝફર્સ્ટ, બિઝગ્રો, બિઝપાવર અને બિઝબ્લેક. બિઝનેસ ક્રેડિટ કાર્ડની આ રેન્જ શ્રેણીમાં શ્રેષ્ઠ વ્યાજમુક્ત ક્રેડિટ સાઇકલ પૂરી પાડશે, જે 55 દિવસની હશે. બેંક દ્વારા તેમને વેપારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેના પર ઘણા પ્રકારના ફાયદા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી શોધ: ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ
વિદેશમાં અભ્યાસ બન્યો મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ, જાણો ભારતીયો પર શું પડશે અસર


તેનો ઉપયોગ કરવાથી યુટિલિટી બિલ, જીએસટી, આવકવેરો, વિક્રેતાઓને કરવામાં આવતી ચૂકવણીઓ, બિઝનેસ માટે થતી મુસાફરી અને બિઝનેસની ઉત્પાદકતા વધારવા માટેના સાધનો જેવા બિઝનેસના મૂળભૂત ખર્ચાઓ પર બચત પણ કરી શકાશે. આ સુવિધા બેંક દ્વારા પૂરાં પાડવામાં આવતાં એસએમઈ પેમેન્ટ સોલ્યુશન્સના સક્ષમ સમૂહનો એક હિસ્સો હશે. એચડીએફસી બેંકનાં એસએમઈ પેમેન્ટ સોલ્યુશનની રચના સ્વ-રોજગારી ધરાવતા લોકો, એસએમઈ અને એમએસએમઈની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ છે.


કેન્સરના દર્દીઓ માટે જાગ્યું આશાનું કિરણ, જલદી બજારમાં ઉપલબ્ધ થશે કેન્સરની વેક્સીન


બિઝનેસની ચૂકવણી કરવાની અને ચૂકવણીઓ મેળવવાની એમ બંને પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકે એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફૉર્મ રજૂ કર્યું છે, જે વિક્રેતાઓને કરવામાં આવતી ચૂકવણી, યુટિલિટી બિલ અને વૈધાનિક ચૂકવણીઓ જેવી તમામ ચૂકવણીઓને એકીકૃત કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ સપ્લાય-ચેઇન એગ્રીમેન્ટ્સ અને રીકન્સિલિયેશનને મેનેજ અને ઑપ્ટિમાઇઝ કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક પ્લેટફૉર્મ છે.


Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો

ઉલ્લેખનીય છે કે, બેંક ડિસેમ્બર 2023 સુધીમાં 45% જેટલા નોંધપાત્ર માર્કેટ શૅરની સાથે કૉમર્શિયલ ખર્ચાઓના માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. આ બિઝનેસ ક્રેડિટ કાર્ડની નવી રેન્જની પરિકલ્પના એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલો અને ફ્રીલાન્સરો સહિતના સ્વ-રોજગારી ધરાવતા સમુદાયોની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે.


Paytm નહી પબ્લિકને RBI એ આપી મોટી રાહત, હવે આ તારીખ સુધી ચાલશે Paytm Paytment Bank
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ


બિઝનેસ ક્રેડિટ કાર્ડની મુખ્ય વિશેષતાઓઃ
55 દિવસ સુધી ફ્રી ક્રેડિટનો સમયગાળો (ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ)
બિઝનેસ પાછળ થતાં ખર્ચાઓ પર 10 ગણા* રીવૉર્ડ પોઇન્ટ્સ
બિલની ચૂકવણી । કરવેરાની ચૂકવણી । વિક્રેતાઓને ચૂકવણી । બિઝનેસ માટે થતી મુસાફરીઓ । બિઝનેસની ઉત્પાદકતા વધારવા માટેના સાધનો
વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલું બિઝનેસ ઇન્શ્યોરન્સ પૅકેજ
આગ અને ચોરી । રોકડા નાણાંની સલામતી અને સલામતીપૂર્વક પરિવહન । ઇલેક્ટ્રોનિક ઉપકરણો
ફક્તને ફક્ત બિઝનેસ પર કેન્દ્રીત હોય તેવું રીડમ્પ્શન કેટલૉગ
મુસાફરી અને હોટેલ । માઇક્રોસોફ્ટ ઑફિસ 365 । ક્લીયર ટેક્સ । એમેઝોન ફૉર બિઝનેસ । ગૂગલ એડ્સ


ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો


કાર્ડ પર ઇએમઆઈ અને લૉનની સુવિધા
ફ્રીલાન્સર્સ/ગિગ વર્કર્સ એ સ્વ-રોજગારી ધરાવતા લોકોની કેટેગરીમાં નવો ઉભરી રહેલો સેગમેન્ટ છે અને બેંક ટૂંક સમયમાં જ GIGA બિઝનેસ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવા જઈ રહી છે, જે આ સેગમેન્ટની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરશે.


એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, લાયેબિલિટીઝ પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંકમાં અમે એમએસએમઈથી માંડીને મોટા કૉર્પોરેટ્સ સુધી સ્વરોજગારી ધરાવનારા લોકો તેમજ બિઝનેસ સેક્ટરની ચૂકવણીઓની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે કટિબદ્ધ છીએ. સ્વ-રોજગારી ધરાવતા સમુદાયની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમારા ક્રેડિટ કાર્ડ્સની બિઝનેસ રેન્જની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે તે બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને સપોર્ટ કરવામાં એક પ્રેક્ટિકલ ગેમ-ચેન્જર સાબિત થાય.’


ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે : ખતરાની ઘંટડી, ગ્રીનલેન્ડ હવે સફેદ નથી
સાવધાન! ઝડપથી બદલાઇ રહી છે દેશની ડેમોગ્રાફી, આગામી 30 વર્ષમાં 'ઘરડું' થઇ જશે ભારત!  


વળી, હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલું પેમેન્ટ પ્લેટફૉર્મ વૈધાનિક ચૂકવણીઓ, યુટિલિટી બિલ, ઑનબૉર્ડ વેરિફાઇડ વેન્ડરો અને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ્સ પર પ્રક્રિયા હાથ ધરવાની ક્ષમતા ધરાવે છે, જે કસ્ટમ ડેશબૉર્ડ અને વ્યાપક એમઆઇએસ પણ પૂરાં પાડે છે. હાલમાં આ પ્લેટફૉર્મ પરથી 6,500 જેટલા કૉર્પોરેટ્સ આ પ્લેટફૉર્મ પર નોંધાયેલા 14,000થી વધારે વિક્રેતાઓને ચૂકવણીઓ કરે છે, જેના પરિણામે નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં આ પ્લેટફૉર્મ મારફતે કુલ રૂ. 82,000 કરોડની ચૂકવણીઓ થઈ શકી છે. આથી વિશેષ, બેંકના બિઝનેસ અને કૉમર્શિયલ પેમેન્ટ સોલ્યુશને વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 26,000 કરોડની વૈધાનિક ચૂકવણીઓ પર કાર્યક્ષમ રીતે પ્રક્રિયા હાથ ધરી છે, જે તેને વિવિધ બિઝનેસ માટે એક વિશ્વસનીય અને કાર્યક્ષમ નાણાકીય સાથી તરીકે સ્થાપિત કરે છે. એચડીએફસી બેંક જાન્યુઆરી 2024 સુધીમાં 5.30 કરોડ ડેબિટ કાર્ડ અને 2 કરોડ ક્રેડિટ કાર્ડની સાથે કૅશલેસ ચૂકવણીઓની દેશની સૌથી મોટી સુવિધા પૂરી પાડનારી બેંકોમાંથી એક છે. એચડીએફસી બેંક ડિસેમ્બર 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં 27.1%નો સૌથી મોટો માર્કેટ શૅર ધરાવે છે.