HDFC Bank: એચડીએફસી બેંકે આજે ટ્રેડ અને રીટેઇલ ગ્રાહકો માટે યુએસ ડૉલર (USD), યુરો (EUR) અને પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)માં સંપૂર્ણ મૂલ્યની આઉટવર્ડ રેમિટેન્સ સેવા લૉન્ચ કરી છે. આ પ્રકારની સૌપ્રથમ ‘સંપૂર્ણ મૂલ્ય’ની વિશેષતા એ બાબતની ખાતરી કરે છે કે, જ્યારે પણ ગ્રાહક નાણાં વિદેશમાં મોકલાવે ત્યારે વિદેશમાં રહેલા લાભાર્થીને રેમિટ કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પ્રાપ્ત થાય, વિદેશી બેંકના કોઇપણ પ્રકારના ચાર્જિસ કપાયા વગર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી બેંક યુએસ ડૉલરના મૂલ્યવર્ગમાં ફક્ત વ્યક્તિગત ગ્રાહકો માટે જ સંપૂર્ણ મૂલ્યના રેમિટેન્સની સેવા પૂરી પાડતી હતી. ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત તેણે તેની આ સેવા વ્યાપાર સંબંધિત રેમિટેન્સના ટ્રાન્ઝેક્શન સુધી વિસ્તારી છે. આથી વિશેષ, આ સેવા યુએસ ડૉલર, પાઉન્ડ સ્ટર્લિંગ અને યુરોમાં પૂરી પાડવામાં આવશે તથા તે સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવેલા ટ્રેડ અને રીટેઇલ રેમિટેન્સ એમ બંને માટે ચાલું અને બચત ખાતાધારકોને લાગુ થશે.


એચડીએફસી બેંકના રીટેઇલ ટ્રેડ અને ફોરેક્સના બિઝનેસ હેડ જતિન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક તેના ગ્રાહકોને ખુશ કરવા માટે વિશિષ્ટ રીતે તૈયાર કરેલા નવીન પ્રકારના ઉત્પાદનો તૈયાર કરવામાં હંમેશા મોખરે રહી છે. આથી જ અમે ફક્ત વ્યક્તિગત જ નહીં પરંતુ વ્યાપારીઓ માટે પણ અમારી સંપૂર્ણ મૂલ્યની આઉટવર્ડ રેમિટેન્સ સેવા શરૂ કરીને ખૂબ જ રોમાંચિત છીએ. અમને રેમિટેન્સના મામલે ગ્રાહકોનેની આ તીવ્ર જરૂરિયાત સમજાઈ હતી અને અમે તેને પૂરી કરીને ખુબ જ ખુશ છીએ. અમને ખાતરી છે કે આ ઉત્પાદન અમારા ગ્રાહકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.’


ભારતમાંથી વ્યાપાર સંબંધિત રેમિટેન્સ કરવા, લિબ્રલાઇઝ્ડ સ્કીમ હેઠળ વ્યક્તિ સંબંધિત રેમિટેન્સ અને (યુએસ ડૉલર, પાઉન્ડ સ્ટર્લિંગ અને યુરો)માં ભારતમાંથી નોન-રેસિડેન્ટ રેમિટેન્સ માટે શાખાનો સંપર્ક કરીને તથા લિબ્રલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ ફોરેન આઉટવર્ડ રેમિટેન્સ માટે રેમિટનાઉ - નેટ બેંકિંગ પોર્ટલ (ફક્ત યુએસ ડૉલરમાં) દ્વારા આ સેવા મેળવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube