નવી દિલ્હી: ગુજરાતમાં એચડીએફસી બેંકની MSME લૉન બૂક રૂ. 28,000 કરોડના સીમાચિહ્નને પાર કરી ગઈ છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં બેંકની ગુજરાત માટેની માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ બૂક રૂ. 28,432 કરોડ હતી. 30 સપ્ટેમ્બર, 2020ના ત્રિમાસિકગાળાની સરખામણીએ 30 સપ્ટેમ્બર, 2021ના ત્રિમાસિકગાળામાં ગુજરાતમાં બેંકની MSME બૂકમાં 31.51%નો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકે વર્ષ 2003માં ગુજરાતમાં MSMEsને ધિરાણ આપવાનું શરૂ કર્યું હતું. રાજ્યમાં સંચાલનના છેલ્લાં 18 વર્ષમાં બેંકે 1.34 લાખથી વધુ ઉદ્યમોને ધિરાણ પૂરું પાડ્યું છે અને તેમની વિકાસની યોજનાઓને સમર્થન પૂરું પાડ્યું છે.


આ ઉદ્યમોએ ઉદ્યોગસાહસિકતાની ભાવના દર્શાવી છે, જેણે આર્થિક વિકાસની કરોડરજ્જુની રચના કરી છે. એચડીએફસી બેંકે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓને આવરી લઇને 146થી વધારે શહેરો અને નગરોમાં MSME ગ્રાહકોને લૉન પૂરી પાડી છે.


ભારત સરકારની ECLGS યોજના હેઠળ, એચડીએફસી બેંકે 12,250થી વધારે એકમોને ધિરાણ પૂરું પાડ્યું છે. ગુજરાતમાં ECLGS યોજના હેઠળ પૂરાં પાડવામાં આવેલા ધિરાણો રૂ. 1,921 કરોડ જેટલા થવા જાય છે.


એચડીએફસી બેંકના બિઝનેસ બેંકિંગ - ગુજરાત અને રાજસ્થાનના હેડ મનિષ મોહને જણાવ્યું હતું કે, ‘MSMEs એ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને સૌથી વધુ રોજગારીનું સર્જન કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. અમે અમારા વિશ્વ-સ્તરીય ઉત્પાદનોની સાથે તેમની વિકાસયાત્રાના સહભાગી બનવા બદલ ગર્વ અનુભવી રહ્યાં છીએ. અનુકૂળ નીતિગત માહોલનો લાભ ઉઠાવીને ઉદ્યમી રાજ્ય ગુજરાત MSMEs અને બેંકોને એકસમાન તકો પૂરી પાડે છે. આ જરૂરિયાતોને પૂરી કરવા અમે રાજ્યમાં વધુ 25 સ્થળોએ વિસ્તરણ કરીશું તેમજ અમારા ડિજિટલ પદચિહ્નોને પણ વધારીશું.’


મોટાભાગના આ ઉત્પાદનો તેમજ સેવાઓને બેંકના રીયલ-ટાઇમ ઓનલાઇન સોલ્યુશનોનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે મેળવી શકાય છે, જેમ ક, ટ્રેડ ઑન નેટ, નેટબેંકિંગ અને એસએમઈ બેંક. આ MSME બિઝનેસમાં થતાં કુલ ટ્રાન્ઝેક્શનોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો હિસ્સો 74 ટકા જેટલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube