HDFC Bank Jobs : દેશમાં બેંકિંગમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક હવે નેટવર્કને વધારવા માટે આયોજન કરી રહી છે. HDFC બેંકે જણાવ્યું કે તે ચાલુ નાણાકીય વર્ષ 22-2023 દરમિયાન 3,000 થી વધુ લોકોને રોજગાર આપશે. અને તે માટે 207 નવી શાળાઓ ખોલવામાં આવશે. નવી શાખાઓમાંથી 90 મેટ્રો અને શહેરી વિસ્તારોમાં હશે, જ્યારે બાકીની 117 શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક જિલ્લામાં નેટવર્ક હશે
મહારાષ્ટ્રના 29 જિલ્લાઓમાં બેંકનો ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો 100 ટકાને વટાવી ગયો છે.  HDFCએ જણાવ્યું કે ડિજિટલી સક્ષમ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને 16 જિલ્લામાં સ્માર્ટ બેન્કિંગ લોબી શરૂ કરવામાં આવી છે. અને તે 24 કલાક અને 7 દિવસ માટે કાર્યરત રહેશે. આ સુવિધા હમદનગર, અકોલા, અમરાવતી, ઔરંગાબાદ, ધુલે, જલગાંવ, મુંબઈ, નાગપુર, નંદુરબાર, નાસિક, નવી મુંબઈ, પૂણે, રાયગઢ, રત્નાગીરી, થાણે અને વર્ધા શહેરોમાં ઉપલબ્ધ હશે.

Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી ક્યારે? જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત


HDFC બેંકનું મર્જ થયું 
દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે એપ્રિલ મહિનામાં સૌથી મોટી બેંક HDFC બેંક સાથે મર્જરની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાંઇન્વેસ્ટમેન્ટ્સ અને HDFC હોલ્ડિંગ્સને HDFC લિમિટેડમાં મર્જ કરવામાં આવશે. આશરે $40 બિલિયનના સોદા સાથે નાણાકીય સેવા ક્ષેત્રની એક મોટી કંપની અસ્તિત્વમાં આવશે. સૂચિત એકમની સંયુક્ત સંપત્તિનો આધાર આશરે રૂ. 18 લાખ કરોડ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube