નવી દિલ્હી: હોમ લોન આપનાર કંપની એચડીએફસીએ વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. જેથી તમારી હોમ લોન મોંઘી થઇ જશે. આ અન્ય કોમર્શિયલ બેંકોના પગલાં અનુસાર છે. બેંકે જણાવ્યું કે તેનાથી તમારી લોનના વ્યાજદર (આરપીએલઆર)માં 0.20 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકે જણાવ્યું કે લોનના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા પ્રકારે વધાર્યા વ્યાજ દર
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ લોનના દરોને 0.05 ટકાથી માંડીને 0.20 ટકા સુધી વધારવામાં આવ્યા છે. તેના અનુસાર કંપનીએ નાની લોન પર સૌથી ઓછા વ્યાજ દર વધાર્યા છે. જે લોન 30 લાખ રૂપિયા સુધી છે અને મહિલાઓના નામે છે તેમના વ્યાજ સૌથી ઓછા વધારવામાં આવ્યા છે. અત્યારે આ પ્રકારની લોન પર વ્યાજના દર 8.40 ટકા હતા, જ્યારે તેને વધારીને 8.45 ટકા કરવામાં આવી છે.

HDFC બેંકના ડેબિટ-ક્રેડિટ કાર્ડવાળા હવે નહી કરી શકે આ કામ


30 થી 75 લાખ રૂપિયા વચ્ચે લોનના વ્યાજદર
પ્રવક્તા અનુસાર 30 લાખ રૂપિયાથી માંડીને 75 લાખ રૂપિયા સુધીની લોન પર મહિલાઓ માટે વ્યાજદર 8.55 ટકા અને અન્ય માટે 8.60 ટકા હશે. તો બીજી તરફ 75 લાખ રૂપિયાથી વધુની લોન પર મહિલાઓ માટે વ્યાજદર 8.65 ટકા અને અન્ય માટે 8.70 ટકા રહેશે. 


SBI ગ્રાહકોને મેસેજ મોકલવા બાબતે અવ્વલ નંબરે

સતત મોંઘી બનતી જાય છે લોન
ભારતીય રિઝર્વ બેંકે પોતાની મોનીટરી પોલિસીમાં પોલિસી રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ તેમછતાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સતત પોતાની લોનની વ્યાજદરમાં વધારો કરી રહી છે. લોન મોંઘી કરવાની આ પ્રક્રિયા 2017થી જોવા મળી રહી છે. તેની શરૂઆત ખાનગી ક્ષેત્રની બેંકો એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિંદ્રા બેંકે કરી હતી. ત્યારબાદ તેમાં સરકારી બેંકો પણ સામેલ થઇ ગઇ. એસબીઆઇ પણ પોતાના વ્યાજદર વધારી ચૂકી છે.