નવી દિલ્લીઃ કોરોના કાળમાં પોતાના સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યાં છે. બેંક ઓફ બરોડા (Bank of Baroda) એ હોમ લોન (Home Loan) પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. તેથી હવે તે તમારા સપનાનું ઘર સસ્તામાં ખરીદી શકશો. આરબીઆઈએ પોતાની ક્રેડિટ પોલિસીમાં ભલે સતત 6 વારથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો હોય પણ આ વખતે સરકારી બેંકોએ પોતાના ગ્રાહકો માટે સસ્તી લોન ઓફર કરી છે. હવે બેંક ઓફ બરોડાએ સસ્તી લોન આપવાની જાહેરાત કરી છે. બેંકો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR) માં 0.05 ટકાનો કાપ મૂક્યો છે.


કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? કોની પર આવ્યું છે ગીતા માનું દિલ? જાણો ડાન્સ માસ્ટરની Untold Love Story


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank of Baroda એ સસ્તી કરી લોનઃ
Bank of Baroda એ પોતાના લાખો ગ્રાહકો માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 12 જૂન 2021 થી આ નવો નિયમ લાગૂ થઈ જશે. વ્યાજ દરોમાં આ ઘટાડો કર્યા બાદ Bank of Baroda નો 1 વર્ષનો MCLR 7.35 ટકા થઈ જશે. આ ઉપરાંત છ મહિના અને ત્રણ મહિનાની અવધિ માટે પણ MCLR ને 0.05 ટકા ઓછા કરીને 7.20 ટકા અને 7.10 ટકા કરી દેવામાં આવ્યો છે.


The Kapil Sharma Show ના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

PNB એ પણ ઘટાડ્યા વ્યાજ દરઃ
આ પહેલાં પંબાજા નેશનલ બેંક (PNB) અને કેનરા બેંક (Canara Bank) પણ MCLR દરમાં કાપ મુકવામાં આવ્યો છે. PNB એ MCLR માં 0.05 ટકાનો કાપ મુકીને આને 7.30 ટકા કરી દીધો છે. આ નવો વ્યાજ દર 1 જૂન, 2021 થી લાગૂ થઈ ગયો છે. એવું પણ કહેવામાં આવ્યુંછેકે, ઓવરનાઈટ, એક મહીના અને 3 વર્ષની અવધિ માટે MCLR માં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.


Sex Scandal માં ફસાયા હતા આ 5 ક્રિકેટર્સ, અમુક ખેલાડી તો હજુ IPL માં રમે છે, નામ સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય


Canara Bank એ પણ સસ્તી કરી લોનઃ
કેનરા બેંક (Canara Bank) એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR) અને રેપો લિંક્ડ લેંડિંગ રેટ (RLLR) માં ફેરફાર કર્યો છે. નવો વ્યાજ દર 07 મે 2021 થી લાગૂ કરી દેવામાં આવ્યો છે. કેનરા બેંકે તો એવો પણ દાવો કર્યો છેકે, તેઓ ગ્રાહકોને સૌથી સસ્તા વ્યાજ દરે લોન ઓફર કરી રહ્યાં છે.


ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો


MCLR અને RLLR માં શું તફાવત છે?
સૌથી પહેલાં બેંક વ્યાજ દર નક્કી કરવા માટે પ્રાઈમ લેંડિંગ રેટ (PLR) નો ઉપયોગ કરતી હતી. ત્યાર બાદ Base Rate આવ્યો, અને ત્યાર પછી 1 એપ્રિલ 2016 થી માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR) ને ભારતની બેંકોમાં લાગૂ કરવામાં આવ્યો. એવું માનવામાં આવ્યુંકે, MCLR મહદઅંશે પારદર્શક છે. જોકે, એ પણ બધા ગ્રાહકોને રાહત પહોંચાડવામાં અસફળ રહે તો RBI એ એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ડ લેંડિંગ રેટને લાગૂ કર્યો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કહેવા મુજબ ઘણી બધી બેંકોએ પોતાની હોમ લોનને રેપો રેટ સાથે જેડી દીધી છે. આ નિર્ણયને કારણે લોન લેનારા ગ્રાહકોને રેપો રેટ ઘટવાથી લાભ થશે. આ સાથે જ રેપો રેટ વધવાથી નુકસાન પણ થાય છે. તમને જણાવી દઈએકે, રેપો રેટ એ વ્યાજ દર કહેવાય છે જેના પર બીજી બેંકો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી ઉધાર લે છે.


જોજો ક્યાંક તમારા Mobile માં તો આવી Apps નથી ને? હોય તો તરત કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ થઈ જશે ખાલી


પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારાથી કંટાળ્યા છો? આ બાઈક લઈલો એવું લાગશે કે હજુ તો સસ્તું છે પેટ્રોલ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube