નવી દિલ્હી: ઘણાં લોકો રેસ્ટોરન્ટ અને હોટેલમાં જતાં હોય છે. પણ શું તમે જાણો છોકે, એમાં તમારી સાથે ઘણીવાર છેતરપિંડી કરવામાં આવતી હોય છે. હોટલવાળા વધારાના બિલ ચઢાવીને તમારા માથે નાંખી દે છે. તમે તમારા પરિવાર કે મિત્રો કે તમારા પાર્ટનર સાથે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જાવ છો પણ ત્યાં જ્યારે તમે બિલ ચુકવો છો ત્યારે તમે કેટલી બાબતોનું ધ્યાન રાખતા નથી. અને એજ બાબતોનો લાભ લઈને તેઓ તમારી સાથે ચીટીંગ કરે છે. જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ તમારી પાસેથી ખોટી રીતે GST ચાર્જ વસૂલી રહી હોય, તો તમે તે બિલ ચૂકવવાનો ઈનકાર કરી શકો છે. આમ છતાં રેસ્ટોરન્ટ તમારી પાસેથી GST ચાર્જ કરે, તો તમે GST હેલ્પલાઈન નંબર 1800-120-0232 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છે. જે બાદ તપાસના અંતે હોટલ કે રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ સ્થિતિમાં કેવી રીતે બચવું?


1) બિલ પર GST નંબર પણ લખ્યો હોય અને તે એક્ટિવ પણ હોય, પરંતુ GST હેઠળ ના આવતો હોય. એટલે કે, Composition સ્કીમ અંતર્ગત ના આવતો હોય. Compositionની વાત કરીએ તો, આ ટેક્સ સાથે સંકળાયેલી એક વ્યવસ્થા છે.


2) જો GST નંબર લખ્યો હોય, તો GSTની વેબસાઈટ પર જઈને ચેક કરવાથી તમામ વિગતો મળી જશે. જેમ કે જીએસટી એક્ટિવ છે કે કેમ? તેની જાણકારી પણ તમને અહીંથી જ મળી જશે. જો GST નંબર એક્ટિવ ના હોય તો તમારે જીએસટીનો ચાર્જ આપવાની કોઈ જરૂર નથી. GST નંબર સસ્પેન્ડ થવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે કાયદાનું પાલન ના કરવું, સમયસર GST રિટર્ન ના ભરવું વગેરે.


3) બિલ ચૂકવતા સમયે જ્યા તમે ટોટલ કિંમત જુઓ છો, તેવી જ રીતે બિલ પર દર્શાવેલ 15 ડિજિટનો GST નંબર છે કે કેમ તે તપાસ કરવી જોઈએ. જો આ નંબર ના લખ્યો હોય, તો રેસ્ટોરન્ટ કે હોટલ તમારી પાસેથી GST ચાર્જ ના વસૂલી શકે.


તમારી આ પ્રકારની બેદરકારીઓનો લાભ હોટલ અને રેસ્ટોરન્ટવાળા ઉઠાવે છે. એ લોકો આવી બધી વસ્તુઓને તમારાથી છુપાવીને પછી જીએસટી બિલના નામે તમારી પાસેથી અલગ ચાર્જ વસુલે છે. આવામાં તમારી પાસે પૈસા પડાવી લે છે હોટલવાળા અને રેસ્ટોરન્ટવાળા.