નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની જેમ તેના ભાઈ અનિલ અંબાણી પણ એક સમયે દુનિયાના સૌથી ધનીક લોકોમાં સામેલ હતા. પરંતુ આજે તે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યાં છે. 2020માં બ્રિટનની એક અદાલતમાં અનિલે ખુદને નાદાર જાહેર કર્યાં હતા. તે ઘણા કેસોમાં અટવાયેલા છે. તે અલગ વાત છે કે મુશ્કેલ સમયમાં અનિલનો પુત્ર જય અનમોલ અંબાણી પરિવાર માટે આશાનું કિરણ બની ઉભર્યો છે. વૈભવીમાં ભણેલા-ગણેતા અનમોલને બિઝનેસની સારી સમજ છે. રિલાયન્સ કેપિટલમાં શરૂઆત કર્યાં બાદ તે ઝડપથી કોર્પોરેટમાં આગળ વધ્યો છે. પોતાના પિતાની નાણાકીય ઉથલ-પાથલ વચ્ચે જય અનમોલ અંબાણીએ ગ્રુપના શેર મૂલ્યને મજબૂત કર્યું છે. અનમોલની કુશળ રણનીતિઓએ જાપાનથી રોકાણ આકર્ષિત કર્યું છે. સાથે નવા વ્યાપારિક ઉપક્રમોને પ્રોત્સાહિત કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ અંબાણી એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી ધનીક વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 1.83 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. અનમોલ અંબાણી ધનીક પરિવારમાં જન્મ્યો હતો. તેણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે બ્રિટનના સેવન ઓક્સ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. પરંતુ તેની યાત્રા સરળ રહી નથી. 


ખુબ નાની ઉંમરમાં પરિવારના બિઝનેસમાં જોડાયો
અનમોલ અંબાણી ખુબ નાની ઉંમરમાં પરિવારના બિઝનેસમાં જોડાયો હતો. તેના પિતાની ઘણી સહાયક કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યો હતો. પરંતુ જૂનિયર અનિલ અંબાણી વિશેષ રૂપથી રિલાયન્સ કેપિટલમાં સક્રિય હતો. તેણે 18 વર્ષની ઉંમરમાં રિલાયન્સ મ્યૂચુફલ ફંડમાં ઈન્ટર્નશિપ શરૂ કરી હતી. 2016માં એડિશનલ ડાયરેક્ટરના રૂપમાં રિલાયન્સ કેપિટલના બોર્ડમાં સામેલ થતાં પહેલા તેણે ઘણા વર્ષો વિવિધ પદો પર કામ કર્યું હતું. તેમની આધુનિક વ્યવસ્થાપન કૌશલ્ય અને તાજા અભિગમ માટે તેમને ઘણીવાર શ્રેય આપવામાં આવે છે. ત્યારબાદ તેઓ રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના બોર્ડમાં પણ જોડાયો હતો.


આ પણ વાંચોઃ Lok Sabha Chunav 2024: ગજબનો સંયોગ, અંબાણી બંધુઓના બર્થના દિવસે મતદાન અને પરિણામ


શાનદાર જિંદગી જીવે છે અનમોલ
અનિલ અંબાણીના વધતા નાણાકીય સંકટો વચ્ચે અનમોલના નેતૃત્વમાં સમૂહના શેરમાં મજબૂતી આવી. અનમોલ અંબાણીની એન્ટ્રીએ રિલાયન્સ સમૂહના શેરની કિંમતોમાં 40 ટકાનો વધારો કર્યો છે. યુવા કારોબારી દિગ્ગજ જાપાની ફર્મ નિપ્પોનને પણ રિલાયન્સમાં પોતાની ભાગીદારી વધારવા માટે મનાવવામાં સફળ રહ્યો. તેનાથી બે નવા વેન્ચર- રિલાયન્સ લાઇફ ઈન્શ્યોરન્સ અને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ શરૂ કરવામાં મદદ મળી હતી. 


એક મીડિયા રિપોર્ટ અનુસાર અનમોલ અંબાણીની નેટવર્થ અત્યારે 2000 કરોડ રૂપિયાથી વધુની છે. અનિલ અંબાણીનો પુત્ર અને મુકેશ અંબાણીનો ભત્રીજો શાનદાર જીવન જીવે છે. તેની પાસે ઘણી મોંઘી કારો છે. તેની પાસે ખુદનું હેલીકોપ્ટર અને પ્લેન પણ છે. તેનો ઉપયોગ તે વ્યાવસાયિક યાત્રા માટે કરે છે.