નવી દિલ્હીઃ હાલના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જોવામાં આવે તો ક્રેડિટ કાર્ડ શહેરી વિસ્તારમાં પેમેન્ટની સૌથી સામાન્ય રીત બની ગયું છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહક ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી શકે છે. એક સાથે ઘણા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને લોકો વ્યાજના વિષચક્રમાં ફસાય જાય છે. જો તમે પણ એકથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તેને કોઈ કારણોસર બંધ કરાવવા ઈચ્છતા હોવ તો કસ્ટમર કેરમાં કોલ કરીને કે ઓનલાઇન રિક્વેસ્ટ મોકલીને તેને બંધ કરાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા પહેલા કરો આ કામ
બાકી ચુકવણી કરી દોઃ
જ્યારે તમે પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યાં હોવ તો સૌથી પહેલા જુઓ લો કે તેમાં કોઈ રકમ ચુકવવાની તો નથીને, જો હોય તો પહેલાં ચુકવણી કરી દો. બાકી રકમ હોય તો તમે બંધ ન કરાવી શકો. કોઈ બાકી રકમ હોવા પર વ્યાજ અને મોડેથી ચુકવણી કરવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. 


ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયોઃ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના સમયે ક્રેડિટ કાર્ડ યૂટિલાઇઝેશન રેશિયો (CUR) વિશે જાણકારી જરૂરી છે. હકીકતમાં CUR ઉપલબ્ધ ક્રેડિટના ટકા છે, જે તમે ખર્ચ કરી રહ્યાં છો. એક ઉચ્ચ CUR તમારા ક્રેડિટ સ્કોરને બગાડી શકે છે. તમારો CUR આદર્શ રૂપથી  20-30% રેન્જમાં હોવો જોઈએ. તેથી પોતાનું ક્રેડિટ કાર્ડ ખાતું બંધ કરાવતા પહેલા આ કામ યાદ રાખો. 


શરૂ કરો તૈયારી, SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી


રિવોર્ડ પોઈન્ટ્સઃ કોઈપણ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરાવતા પહેલા પોતાના જૂના રિવોર્ડ પોઈન્ટનો લાભ લેવાનું ન ભૂલો. મોટાભાગની ક્રેડિટ કાર્ડ કંપનીઓ ક્રેડિટ કાર્ડના માધ્યમથી કરવામાં આલેલ લેવડ-દેવડ પર રિવોર્ડ પોઈન્ટ આપે છે, જેને કેશબેક, ડિસ્કાઉન્ટ, કૂપનના માધ્યમથી તમને લાભ મળે છે. તમારુ કાર્ડ બનાવતા પહેલા આ પોઈન્ટનો ફાયદો ઉઠાવી લો. 


ફોલો-અપ લેતા રહોઃ બેન્ક કર્મચારીઓની પાસે એક સાથે ઘણા કામ હોય છે. જેથી તમે કાર્ડ બંધ કરાવવા મોકલેલી રિક્વેસ્ટમાં વિલંબ થઈ શકે છે. તેથી તમે ફોલોઅપ લેતા રહો. પોતાની બેન્કનો સંપર્ક કરો અને ખાતરી કરો કે તમારૂ કાર્ડ બંધ થઈ ગયું છે. બેન્કમાંથી પોતાનું નો-ડ્યૂઝ સર્ટિફિકેટ લેવાનું ન ભૂલો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર