Cibil Score માઈનસમાં ચાલે છે, બેંક લોન આપવાનો ઈન્કાર કરે તો આ રીતે વધારો સિબિલ સ્કોર
what is cibil score : સામાન્ય રીતે લોકોનો સિબિલ સ્કોર વધારે કે ઓછો હોય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેમનું સિબિલ સ્કોરનું મીટર ચાલુ જ થયુ નથી હોતું, તો વ્યક્તિએ પોતાનો સિબિલ સ્કોર કેવી રીતે વધારવો તે જાણી લો
how to check cibil score : આજકાલ લોન લેવાના સમયે બેંક ગ્રાહકનો Cibil Score ચેક કરે છે. સામાન્ય રીતે લોકોનો સિબિલ સ્કોર વધારે કે ઓછો હોય છે. પરંતુ કેટલાક લોકોનુ સિબિલ સ્કોરનું મીટર ચાલુ જ થયું નથી. આવુ તમે સાંભળ્યુ હશે. તેને Minus Cibil Score કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને લોકો ઝીરો સિબિલ સ્કોર પણ કહે છે. માઈનસ સિબિલ સ્કોર ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિએ પોતાના બેંકમાંથી ક્યારેય લોન ન લીધી હોય, ન તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય. આવામાં બેંકની પાસે ગ્રાહકના રીપેમેન્ટને લઈને કોઈ પ્રકારની હિસ્ટ્રી હોતી નથી. આ કારણે તેનું ક્રેડિટ કાર્ડ માઈનસમાં હોય છે.
માઈનસ સિબિલ સ્કોર હોવા પર નુકસાન
હવે સવાલ એ છે કે, માઈનસ સિબિલ સ્કોર હોવા પર કોઈને શું નુકસાન થાય છે. આ મામલામાં બેંકના એક એક્સપર્ટે જણાવ્યું કે, સિબિલ સ્કોરથી ગ્રાહકની વિશ્વસનીયતાને પરખવામાં આવે છે. જ્યારે તેની સિબિલ સ્કોર હિસ્ટ્રી નથી હોતી. તો બેંકે એ કેવી રીતે માલૂમ પશે કે ગ્રાહક લોના રિપેમેન્ટ સમય પર કરશે કે નહિ. ગ્રાહકનો લોન આપવા માટે ભરોસો કરી શકાય કે નહિ. તેને લઈે બેંકની સામે અસમંજસની સ્થિતિ હોય છે. આ કારણે બેંક વ્યક્તિને લોન આપતા પહેલા અચકાય છે. ક્યારેક તો ના પાડી દે છે.
અંબાણી કે અદાણી નહિ, આ પરિવાર છે દેશના સૌથી મોંઘા ફ્લેટનો માલિક
શું લોન મળવાની કોઈ શક્યતા નથી
એવુ નથી કે, માઈનસ સિબિલ સ્કોર હોવા પર તમને લોન મળી શક્તી નથી. આવામાં બેંક તમારી વિશ્વસનીયતાને બીજા માપદંડો પર પારખે છે. તેના આવકના સ્ત્રોત, તેની શૈક્ષણિક યોગ્યતા વગેરે જોવામાં આવે છે. જેમ કે, કોઈ વ્યક્તિ ડોક્ટર કે સીએ કે કોઈ ઉચ્ચ પદ પર હોય. તો તેમની ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી ન હોવા પર તેને લોન મળવાની પૂરતી શક્યતા હોય છે, કારણ કે તેમની આવક સારી હોય છે.
પરંતુ જો તમારી પાસે કોઈ ઉચ્ચ હોદ્દા વાળી નોકરી નથી, તો તમે સારી આર્થિક સ્થિતિ બતાવવા માટે બેંકને ગત થોડા વર્ષોનુ સ્ટેટમેન્ટ આપીને વિશ્વાસ અપાવી શકો છો. આ ઉપરાંત તમારા તમામ બિલ, જે અત્યાર સુધી નિયમિત રીતે પેમેન્ટ થતા હતા, પ્રમાણ તરીકે તેને પણ બતાવી શકો છો. જો બેંકને વિશ્વાસ આવી ગયો તો બેંક તમને માઈનસ સિબિલ સ્કોર પર પણ લોન આપી શકે છે. પરંતુ જો બેંક તેનાથી સંતુષ્ટ નહિ થાય તો ના પાડી શકે છે.
પીએમ મોદીને જન્મદિવસે ગુજરાત ભાજપ આપશે ખાસ ભેટ, GMDC ગ્રાઉન્ડ પર શરૂ થઈ તૈયારીઓ
બેંક લોન ન આપે તો સિબિલ સ્કોર કેવી રીતે વધારશો
આ સમજવું બહુ જ જરૂરી છે કે માઈનસ સિબિલ સ્કોર હોવા પર જો બેંક તમને લોન આપવાનો ઈન્કાર કરી દે તો સિબિલ સ્કોરનું મીટર કેવી રીતે ચાલુ કરી શકાય અને તેને કેવી રીતે વધારી શકાય. આવી સ્થિતિમાં તમારી પાસે ક્રેડિટ સ્કોર વઘારવાના બે વિકલ્પ છે. પહેલો એ કે, તમે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ લઈને તેનો ઉપયોગ શરૂ કરી દો અને સમય પર તેનું પેમેન્ટ કરો. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં તમારું વ્યાજ બોલાતુ થઈ જશે. બે કે ત્રણ સપ્તાહમાં તમારો સિબિલ સ્કોર અપડેટ થઈ જશે. તો બીજી રીત એ છે કે, બે નાની-નાની 10 હજારની એફડી કરાવી. એફડી ખૂલ્યા બાદ તેની અવેજમાં ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત લોન લો. જેમ તમે એફડી પર ઓવરડ્રાફ્ટ અંતર્ગત રૂપિયા લેશો, તો તમારું વ્યાજ બોલાતું થઈ જશે. જલ્દી જ તમારો ક્રેડિટ કાર્ડ સ્કોર વધી જશે.
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ લેટેસ્ટ સ્થિતિ