નવી દિલ્હી: ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનો દોર ચાલી રહ્યો છે, ઇનકમ ટેક્સ વિભાગે ITR ભરવાની તારીખ ભલે 30 સપ્ટેમ્બર આપી છે, પરંતુ કેટલીક વાતોને લઇને તમારે બધારે સાવચેત રહેવું જોઇએ. તેમાંથી એક છે Tax Deduction at source (TDS). હમેશાં લોકોની ફરિયાદ રહે છે કે, તેમની સેલેરી ટેક્સેબલ નથી છતાં તેમનો TDS કપાય છે. અથવા જેટલી ટેક્સેબલ સેલેરી છે તેનાથી વધારે TDS કપાય છે. હવે તેઓ તેને પરત કેવી રીતે મેળવે. તેની રીત ખુબ જ સરળ છે. કરવાનું માત્ર એટલું છે કે, નચી જણાવેલી રીતનો ઉપયોગ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’


1. સેલેરી અને TDSનું મિસમેચ છે, તતો કેવી રીતે મેળવશો TDS રિફન્ડ
જો તમારી કંપનીએ ટેક્સેબલ સેલેરીથી વધારે TDS કાપ્યો છે, તો તમે TDS રિર્ટન ભરો. IT ડિપાર્ટમેન્ટ (Income Tax Department) તમારી સેલેરી પર બનતો ટોટલ ટેક્સ કેલ્ક્યુલેટ કરશે, જો તે ટેક્સ તમારી કંપની તરફથી કાપવામાં આવેલા ટેક્સ કરતા ઓછો હશે તો બાકી ટેક્સની રકમ તમને રિફન્ડ (Refund) મળશે. જો કંપની તરફથી કાપવામાં આવેલી રકમ ઓછી છે અને ટેક્સેબલ વધારે છે તો IT ડિપાર્ટમેન્ટ TDS જમા કરવા કહેશે. યાદ રહે કે તમારું રિટર્ન દાખલ કરતા સમયે તમારી બેંકનું નામ, IFSC કોડ જરૂર લખો.


આ પણ વાંચો:- નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો ચિંતા ન કરતા, સરકાર તમારા માટે લાવી આ યોજના


2. FD પર TDS કપાય તો કેવી રીતે મળશે રિફન્ડ
જો તમારી સેલેરી ઇનકમ ટેક્સના લાયક નથી, અથવા એમ કહીએ કે તમારી સેલેરી પર કોઇ ટેક્સ નથી લાગતો તેમ છતાં જો તમારી બેંક તમારી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ પર ટેક્સ કાપે છે તો તમને TDSની રકમ પર મળી શકે છે. તેના માટે બે રીત છે.
રીત નંબર 1:- IT રિટર્નમાં આ વાતની જાણ કરો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી ટેક્સની ગણતરી ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરશે. જો કોઇ ટેક્સ નથી લગાતો તો તમારા બેંક ખાતામાં આ રકમ જમા થઇ જશે.
રીત નંબર 2:- તમે ફોર્મ 15G ભરો અને તમારી બેંકમાં જમા કરો. તમારી બેંકને જણાવો કે તમારી સેલેરી ટેક્સેબલ નથી, એટલા માટે કાપેલો TDS પરત કરે.


આ પણ વાંચો:- જો તમે આ Railway Station પર જવાના છો તો થઇ જાઓ સાવધાન


3. સીનિયર સિટિઝન છે તો શું કરે?
સીનિયર સિટિઝનના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર કોઇ ટેક્સ આપવાનો હતો નથી. તેમ છતાં જો તમે આ વર્ષે 60 વર્ષના થયા છો અને ઇચ્છો છો કે, બેંક તમારો TDS કાપે નહીં તો ફોર્મ 15H ભરી બેંકમાં જમા કરાવી દો. જેથી આ વાતનું આશ્વાસન થઇ જાય કે આગળથી બેંક તમારી FDના વ્યાજ પર TDS કાપશે નહીં.


આ પણ વાંચો:- ગોલ્ડ ખરીદવાનો 'ગોલ્ડન' ચાન્સ! જાણો કેટલો થયો ઘટાડો


4. TDS રિફન્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરે?
TDS રિફ્ટ જલ્દી આવે તો તેના માટે જરૂરી છે તમે તમારો ITR સમય પર ભરો, કેમ કે જેટલું જલ્દી તમે રિટર્ન દાખલ કરશો રિફન્ડની પ્રક્રિયા એટલી જલ્દીથી શરૂ થશે. જો તમે TDS રિફન્ડનું સ્ટેટસ જોવા ઇચ્છો છો તો તેના માટે તમારે ઇ-ફાઇલિંગ પોર્ટ https://incometaxindiaefiling.gov.in/ પર જવું પડશે અને લોગ ઇન (log in) કરવું પડશે. ત્યારબાદ 'View e-Filed Returns/Forms' સેક્શનમાં જઇ. એસેસમેન્ટ યર (assessment year)ના હિસાબથી ITR ચેક કરો. એક અલગથી પેજ ખુલશે. જ્યાં રિફન્ડનું સ્ટેટસ જોવા મળશે. આ ઉપરાંત CPC Bangaloreના ટોલ ફ્રી નંબર પર પોન કરીને પણ સ્ટેટસ જાણી શકો છો.


આ પણ વાંચો:- હવે IRCTCમા પોતાની ભાગીદારી વેચશે મોદી સરકાર! શરૂ થઈ તૈયારી


5. કેટલા દિવસમાં મળે છે TDS રિફન્ડ
જો તમે ITR સમય પર ભર્યું છે તો ત્રણથી 6 મહિનામાં રિફન્ડ આવી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર