રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે

રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’

ઝી મીડિયા/બ્યૂરો :બહુ ઓછા લોકો રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલ એક વ્યક્તિ વિશે જાણે છે. તાજેતરમાં જ ફેસબુકથી ગૂગલ સુધીનાને રિલાયન્સ જિયો (reliance jio) માં ઈન્વેસ્ટ કરવા માટે રાજી કરવામાં આ શખ્સની પ્રમુખ ભૂમિકા છે. ખાસ કરીને ફેસબુક તરફથી કરવામાં આવેલ 43,574 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પાછળ માસ્ટરમાઈન્ડ આ જ શખ્સનું છે. આ વ્યક્તિનું નામ છે મનોજ મોદી. મુકેશ અંબાણીના રાઈડ હેન્ડ કહેવાતા મનોજ મોદી (manoj modi) બહુ જ લોપ્રોફાઈલ રહે છે. તેઓ હંમેશા ચર્ચાથી દૂર રહે છે, અને રિલાયન્સ (reliance industries) ના મોટા પ્લાનિંગમાં જોડાયેલા રહે છે. આજે રિલાયન્સ જિયો માટે મોટું પ્લાનિંગ કરનારા મનોજ મોદીએ જ એક સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ટેલિકોમ બિઝનેસમાં લાવવાનું કામ કર્યું હતું. 

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

મુકેશ અંબાણીની જેમ જ કેમિકલ એન્જિનિયરિંગ કરનારા મનોજ મોદીની પહેલી મુલાકાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન સાથે મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં થઈ હતી. પહેલા દિવસથી જ મનોજ મોદી મુકેશ અંબાણીની નજરમાં આવી ગયા હતા. ધીરે ધીરે તેઓ તેમના ખાસ અને વિશ્વાસુ વ્યક્તિ તરીકે આગળ વધવા લાગ્યા. પહેલીવાર જ્યારે અંબાણી પરિવારે ટેલિકોમ બિઝનેસમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો ત્યારે મનોજ મોદીએ જ સમગ્ર પ્લાનિંગ કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર, ખુદ રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીએ આ માટે મનોજ મોદી પર પસંદગી ઉતારી હતી. 

મનોજ મોદીએ અનેક મહિનાઓ સુધી ટેલિકોમ સેક્ટરનો અભ્યાસ કર્યો હતો અને તેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. જેના બાદ કંપની બનાવવામાં આવી હતી. તેને રિલાયન્સ ઈન્ફોકોમ નામ આપવામાં આવ્યું. આ કંપનીના માધ્યમથી જ 2002માં રિલાયન્સે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી. જોકે, મુકેશ અને અનિલ અંબાણીના ભાગલામાં બાદમાં આ કંપની અનિલ અંબાણીના હાથમાં ગઈ હતી, જેને તેઓ યોગ્ય રીતે ચલાવી શક્યા ન હતા, અને બાદમાં તેનુ દેવાળુ ફૂંકાયું હતું. કદાચ ટેલિકોમ સેક્ટરમાં જૂના અનુભવનો મનોજ મોદીએ ફરીથી ઉપયોગ કર્યો હતો અને રિલાયન્સ જિયોને સફળતાની ઊંચાઈ પર પહોંચાડી દીધું.

મનોજ મોદી અંબાણી પરિવારના નજીકના સદસ્ય ગણાય છે. ધીરુભાઈ અંબાણીથી લઈને આકાશ અંબાણી સુધીના લોકો સાથે મનોજ મોદીનું ટ્યુનિંગ સારું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news