Aadhaar Card: UIDAI એ લોન્ચ કર્યું નવું આધાર કાર્ડ, જાણો શું છે અને કેવી રીતે મળશે તમને?
Aadhaar PVC Card: યુઆઇડીએઆઇએ તાજેતરમાં એક પીવીસી કાર્ડ પર આધાર વિગતો પ્રિન્ટ કરવા માટે આધાર પીવીસી કાર્ડ લોન્ચ કર્યું છે. તેને ખાસ સુરક્ષાની દ્રષ્ટીએ લોન્ચ કરવામાં આવ્યું છે. તેને એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે પણ ઓર્ડર કરી શકાય છે. આવો જાણીએ તેની વિગતો...
Aadhaar Latest News: આધાર કાર્ડ એક ખુબ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે જેના વગર હવે ભારતમાં કોઇપણ કામ થઈ શકતા નથી. ભારતના દરેક નાગરિક પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર કાર્ડ એડ્રેસ પ્રુફ, જન્મ પ્રમાણપત્ર તરીકે પણ માન્ય છે. બેંકના તમામ કામથી લઇને પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સુધી આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ ઇશ્યુ કરતી સંસ્થા યુઆઇડીએઆઇ સમય-સમય પર તેનાથી જોડાયેલી જાણકારીઓ શેર કરી રહી છે. હવે આ ક્રમમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક નવી સુવિધા શરૂ કરી છે.
યુઆઇડીએઆઇએ હાલમાં જ એક પીવીસી કાર્ડ પર આધાર વિગતો પ્રિન્ટ કરવા માટે આધાર પીવીસી કાર્ડ લોન્ચ કર્યું છે. તેને ખાસ સુરક્ષાની દ્રષ્ટીએ લોન્ચ કરવામાં આવ્યું છે.
શું છે આધાર પીવીસી?
યુઆઇડીએઆઇએ જાણકારી આપતા કહ્યું છે કે, 'આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરો' યુઆઇડીએઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ભરીને પોતાના આધારની વિગતો પીવીસી કાર્ડ પર પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે રહેવાસીઓ પાસે નોંધાયેલ મોબાઇલ નંબર નથી તે બિન નોંધાયેલ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ઓર્ડર કરી શકે છે.
50 રૂપિયા થશે ચાર્જ
તમને જણાવી દઈએ કે, આધાર પીવીસ કાર્ડમાં સુરક્ષિત ક્યુઆર કોર્ડ હોલોગ્રામ, માઈક્રો ટેસ્ટ, ઘોસ્ટ ઇમેજ, જાહેર કરવા અને પ્રિન્ટની તારીખ, ગિલોચ પેટર્ન અને આધાર કાર્ડ ધારકની સુવિધા માટે આધાર લોગો આપવામાં આવ્યો છે. જો તમે પણ તેને મંગાવવા ઇચ્છો છો તો કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ઓર્ડર કરી શકો છો. તમે તમારા આખા પરિવાર માટે પણ માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ઓર્ડર કરી શકો છો. યુઆઇડીએઆઇ આધાર પીવીસી કાર્ડ માટે તમારી પાસે 50 રૂપિયાનો ચાર્જ વસુલ કરશે.
કોણ છે દિલ્હી હિંસા કેસનો આરોપી મોહમ્મદ અંસાર? જાણો તેની આખી કુંડળી
આ રીતે ઓર્ડર કરો આધાર પીવીસી
- તેના માટે સૌથી પહેલા યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
- હવે, ઓર્ડર આધાર પીવીસી કાર્ડ સેવા પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર અને 28 અંકોનો નોંધણી ID દાખલ કરો.
- હવે અહીં તમે તમારો સુરક્ષા કોર્ડ નાખો અને ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો ઓટીપી દાખલ કરો.
- હવે ટર્મ્સ એન્ડ કંડીશન્સની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે આધાર વિગતોના પ્રિવ્યુ માટે એક સ્ક્રીન પોપ અપ થસે તેના પર જાઓ.
- હવે તેની ચકાસણી બાદ પેમેન્ટ કરવાના વિકલ્પને સિલેક્ટ કરો.
- ત્યારબાદ, આગામી ચરણમાં તમને ક્રેડિટ/ ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને યુપીઆઇ જેવા ચૂકવણી વિકલ્પો માટે ફી વિકલ્પ જોવા મળશે.
- ત્યારબાદ સફલ ચૂકવણી થયા બાદ તમને ડિજિટલ હસ્તાક્ષરવાળી એક રસીદ મળશે જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમને એસએમએસ દ્વારા સર્વિસ રિક્વેસ્ટ નંબર પણ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube