Jahangirpuri Violence: કોણ છે દિલ્હી હિંસા કેસનો આરોપી મોહમ્મદ અંસાર? જાણો તેની આખી કુંડળી

Delhi Violence News: અંસાર વ્યવસાયે એક કબાડી છે. જહાંગીરપુરી હિંસા મામલે આ આરોપી 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. દિલ્હી પોલીસે આરોપીની આખી કુંડળી શોધી કાઢી છે.

Jahangirpuri Violence: કોણ છે દિલ્હી હિંસા કેસનો આરોપી મોહમ્મદ અંસાર? જાણો તેની આખી કુંડળી

Jahangirpuri Violence accused Ansar profile: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાનો આરોપી મોહમ્મદ અંસારની જન્મ કુંડળી સામે આવી છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર મોહમ્મદ અંસાર સામે પહેલાથી 7 કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે, અંસારનો જન્મ જહાંગીરપુરીની ઝૂંપડપટ્ટીમાં 1980 માં થયો હતો.

વ્યવસાયે કબાડી, ચાર ધોરણ સુધી ભણ્યો
અંસાર વ્યવસાયે કબાડી છે જે ચોથા ધોરણ સુધી ભણ્યો છે. તે 2020 માં સીએએ અને એનઆરસીને લઇને થયેલા પ્રદર્શન દરમિયાન પણ ધરણા સ્થળ પર એક્ટિવ રહેતો હતો. આ વખતે જ્યારે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી તો તેની પત્નીએ તેના પતિને નિર્દોષ ગણાવ્યો છે. તેની પત્ની સકીનાનો દાવો છે કે, તે વિવાદ ઉકેલવા માટે ગયો હતો અને તેને ફસાવવામાં આવ્યો છે.

મેવાત સાથે કનેક્શન
તમને જણાવી દઈએ કે, આરોપી અંસારના પિતાનું નામ મોહમ્મદ અલાઉદ્દીન છે. આરોપીની પત્નીનું નામ સકીના છે અને પુત્રનું નામ સોહેલ છે. ત્યારે તેના એક ભાઈનું નામ અલ્ફા છે. અંસારના જીજાજી મેવાતના નુહમાં રહે છે. પોલીસે તેનું ડોઝિયર 20 ફેબ્રુઆરી 2009 ના તૈયાર કર્યું હતું. તે દરમિયાન અંસારની છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અંસારની ક્રાઈમ કુંડળી
દિલ્હી પોલીસના ડોઝિયર અનુસાર તેની સામે પહેલાથી 7 કેસ નોંધાયેલા છે. ક્રાઇમની દુનિયામાં અંસારની એન્ટ્રી છરી સાથે થઈ હતી. પહેલા કેસમાં તેની એક છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેની સામે આર્મ્સ એક્ટની કલમ લગાવવામાં આવી હતી. બીજો કેસ જુલાઈ 2018 નો છે. ત્યારે અંસાર પર 186/353 IPC (સરકારી કર્મચારી પર હુમલો કરવા અને સરકારી કામમાં અડચણ રૂપ થવા) ની કલમ લગાવવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news