આધાર-લાયસન્સ-પાન કાર્ડ અંગેની આ સુવિધા તમે જાણો છો? ખાસ જાણો અને કરો ઉપયોગ
ઘણા લોકોને તેમના મહત્વના ડોક્યૂમેન્ટ્સ ભૂલી જવાનો કે ખોવાઈ જવાનો ડર હોય છે. આવા લોકો માટે ડિજિલોકર સૌથી સારો ઓપ્શન છે.કારણ કે અહીં તમને તમારા ડોક્યુમેન્ટ્સ એક જ ક્લિક પર મળી જશે.
નાણામંત્રી નિર્મલા સીતારમને 2023-24ના બજેટમાં ડિજિલોકરનો ઉલ્લેખ કર્યો હતો. આ એક એવી સુવિધા છે અથવા કહો કે ડિજિટલ તિજોરી છે, જેમાં તમે તમારા મહત્વના ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો. અને એ પણ એકદમ સલામત રીતે. આ એપ્લિકેશન ખાસ તમારા આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને બીજા જરૂરી કાગળિયાઓને સેફ અને સેવ રાખવા માટે શરૂ કવામાં આવ્યું છે અને આ લોકર ડિજિટલ પાસવર્ડથી પ્રોટેક્ટેડ છે. ઘણા લોકોને તેમના મહત્વના ડોક્યૂમેન્ટ્સ ભૂલી જવાનો કે ખોવાઈ જવાનો ડર હોય છે. આવા લોકો માટે ડિજિલોકર સૌથી સારો ઓપ્શન છે.કારણ કે અહીં તમને તમારા ડોક્યુમેન્ટ્સ એક જ ક્લિક પર મળી જશે. અને તે તમામ જગ્યાએ માન્ય પણ રાખવામાં આવે છે.
આવી રીતે ડોક્યૂમેન્ટ્સ કરો સેવ
-સૌથી પહેલા ડિજિલોકરના અકાઉન્ટમાં સાઈન-અપ કરો.
-આ માટે તમે એપ ડાઉનલોડ કરી શકો છો અથવા તો ડિજિ લોકરની વેબસાઈટ પર જઈ શકો છો.
-સાઈન-અપ કરવા માટે મોબાઈલ નંબર દાખલ કરો. જેનાથી તમને વેરિફાય કરવામાં આવશે.
-મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તમે પાસવર્ડ સેટ કરી શકો છો.
20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચ્યો? ગૌતમ અદાણીએ પોતે આપ્યો જવાબ
મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો; બજેટથી ધનિકોને ફાયદો, ઈન્કમટેક્સ 4 ટકા ઘટયો
Indian Railways: કડકડતી ઠંડીમાં પણ ટ્રેનમાં AC માટે પૈસા કેમ ચૂકવવા પડે છે?
આધાર આવી રીતે કરો લિંક
- સૌથી પહેલા આધાર લિંકના ઓપ્શન પર લિંક કરો
- પછી તમારો આધાર કાર્ડનો નંબર તેમાં દાખલ કરો
-આધાર નંબર દાખલ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જેએન્ટર કરો.
-આધાર લિંક કર્યા બાદ તમે તેની ડિજિટલ કોપી જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.
ડ્રાઈવિંગ લાયસન્સ અને પાન કાર્ડ આવી રીતે અપલોડ કરો
- તમારા ડ્રાઈવિંગ લાયસન્સ અને પાન કાર્ડને તમારા ડિજિલોકર અકાઉન્ટમાં એક કરવા માટે અપલોડ રેલેવેન્ટ ડોક્યૂમેન્ટના ઓપ્શનમાં જાઓ.
- હવે તમે તમારા સ્માર્ટ ફોનથી ડોક્યૂમેન્ટનો ફોટો લઈ શકો છો અથવા સ્કેન કરેલી કોપી અપલોડ કરી શકો છો.
-એકવાર ડોક્યૂમેન્ટ અપલોડ થયા બાદ તમે તેનો ડિજિટલ ફોટો ડાઉનલો કરી શકો છો.
-આવી જ રીતે તમે અન્ય ડૉક્યૂમેન્ટ્સ ડિજિલોકરમાં સેવ કરી શકો છો.
મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો
બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
રેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાં
આવી રીતે શેર કરો ડોક્યૂમેન્ટ
-ડિજિલોકરમાં તમારી પાસે ડોક્યૂમેન્ટ સેવ કરવાની સાથે શેર કરવાનો પણ ઓપ્શન છે.
-આ માટે તમારે ડોક્યૂમેન્ટને સિલેક્ટ કરવાનું છે.
-તમારે જેની સાથે ડોક્યૂમેન્ટ શેર કરવું છે તેનું ઈમેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર અને મેસેજ ટાઈપ કરી શકો છો અને બાદમાં સેન્ડ કરશો એટલે ડોક્યૂમેન્ટ શેર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube