નવી દિલ્હી: જાણીતિ કાર નિર્માતા કંપની હ્યુંડાઇ (Hyundai) એ પોતાની નવી સેડાન કાર પરથી ઉઠાવી દીધો છે. આ કારને હ્યુંડાઇએ બીજિંગ ઇન્ટરનેશનલ ઓટોમેટિવ એક્ઝિબેશન (Auto China 2018) માં લોંચ કરી. સ્ટાઇલિશ ડિઝાઇનની સાથે આવેલી આ હ્યુંડાઇની નવી કાર LAFESTA ચીનમાં હ્યુંડાઇના લાઇનઅપને મજબૂતી આપશે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોર્ટી લુકવાળી આ કાર ચીનના બજારમાં વર્ષના અંત સુધી લોંચ કરવામાં આવશે. ચાર દરવાજાવાળી આ સેડાન કારમાં કૂપે જેવી સ્વૂફી રૂફલાઇન છે. કારની ડિઝાઇન Le Fil Rouge ના કોન્સેપ્ટ મોડલ જેવા છે, તેને જેનેવા મોટાર શોમાં લોંચ કરવામાં આવી હતી. Elantra થી વધુ લાંબી આ કારમાં ઘણા દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ ઓટો કંપની લાવી ધમાકેદાર ઓફર, આખા દેશમાં એક જ ભાવે વેચશે કાર 


કાર પેટ્રોલ એન્જીનના બે વેરિએન્ટ છે. તેમાં 1.4 લીટરનું ટર્બો પેટ્રોલ અને 1.6 લીટરનું ટર્બો પેટ્રોલ એંજીન છે. 1.4 લીટરના પેટ્રોલ એન્જીન 130 હોર્સપાવર જનરેટ કરે છે, તો બીજી તરફ 1.6 પેટ્રોલ એંજીન 240 હોર્સપાવર જનરેટ કરે છે. 


બંને જ એન્જીનમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનની સાથે આવશે. કારમાં સેફ્ટી ફીચર્સ પણ ઘણા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એસયૂવી કાર Encino નું કોન્સેપ્ટ અને ix35 ને પણ લોંચ કર્યું. Encino કોમ્પેક્ટ એસયૂવીને કંપનીએ યુવાઓને ફોકસ કરતાં લોંચ કર્યું. 


જોકે આ કાર ભારતમાં ક્યારે આવશે, હજુ સુધી આ વિશે કોઇ જાણકારી આપી નથી. હ્યુંડાઇ ઇલાંટ્રા પર બેસ્ડ કારનું વેચાણ હાલ ચીનના બજારમાં થશે.