ICICI બેંકના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે `વગર પૈસે` કરી શકશો ખરીદી, જાણો કઈ રીતે
જો તમે પણ યુપીઆઈ વાપરતા હોવ તો આ ખબર તમને ખુશખુશાલ કરી નાખશે. જી હા. આઈસીઆઈસીઆઈ (ICICI Bank) બેંકેક્યુઆર કોડ સ્કેન કરીને થનારા યુપીઆઈ પેમેન્ટ માટે ઈએમઆઈ સર્વિસની જાહેરાત કરી છે. એવા ગ્રાહકો કે જેઓ બેંકની `બાય નાઉ, પે લેટર` સર્વિસ માટે એલિજિબલ છે તેઓ EMI નો વિકલ્પ પસંદ કરી શકે છે.
ICICI Bank Facility: જો તમે પણ યુપીઆઈ વાપરતા હોવ તો આ ખબર તમને ખુશખુશાલ કરી નાખશે. જી હા. આઈસીઆઈસીઆઈ (ICICI Bank) બેંકેક્યુઆર કોડ સ્કેન કરીને થનારા યુપીઆઈ પેમેન્ટ માટે ઈએમઆઈ સર્વિસની જાહેરાત કરી છે. એવા ગ્રાહકો કે જેઓ બેંકની 'બાય નાઉ, પે લેટર' સર્વિસ માટે એલિજિબલ છે તેઓ EMI નો વિકલ્પ પસંદ કરી શકે છે.
ટ્રાવેલ ટિકિટ કે હોટલ બુકિંગ કરાવી શકે છે
આ સેવાથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને ફાયદો થશે. તેઓ સ્ટોર પર મર્ચન્ટ ક્યૂઆર કોડને સ્કેન કરીને સામાન ખરીદી શકે છે અને તેની ચૂકવણી ઈએમઆઈમાં કરી શકે છે. આ સેવાના માધ્યમથી તમે ખરીદી કરવાની સાથે સાથે જ ટ્રાવેલ ટિકિટ કે હોટલ બુકિંગ વગેરે પણ કરાવી શકો છો. તેના માધ્યમથી ગ્રાહકોને 10 હજાર કે તેનાથી વધુની ખરીદી પર 3. 6, અને 9 મહિનામાં ઈએમઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે.
UPI લેવડદેવડનો થઈ રહ્યો છે વધુ ઉપયોગ
ICICI બેંકમાં ડિજિટલ ચેનલ્સ એન્ડ પાર્ટનરશિપના હેડ બિજિત ભાસ્કરે જણાવ્યું કે આજકાલ મોટાભાગના પેમેન્ટ યુપીઆઈ દ્વારા કરવામાં આવ છે. આ સિવાય ગ્રાહક પણ 'બાય નાઉ, પે લેટર' સર્વિસ પેલેટરથી યુપીઆઈ લેવડદેવડનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તેમણએ કહ્યું કે આ સુવિધાની સાથે સાથે લાખો ગ્રાહકો મર્ચન્ટ ક્યૂઆર કોડને સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટનો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. તેનાથી તેઓ મિડ રેન્જ અને હાઈ રેન્જવાળી ચીજોની ખરીદી કરી શકે છે.
'ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરશો તો અમે 2 લાખ રૂપિયા આપીશું' જાણો કોણે કહ્યું?
'રિંકુ- ધ કિંગ'...ભારતીય ખેલાડીની દીવાની થઈ આ પોર્ન સ્ટાર, શેર કર્યો એડિટેડ Photo
Love Story: પતિ, પત્ની અને વો...રસપ્રદ પ્રેમ કહાની, બે વર્ષથી રિલેશનશીપમાં છે ત્રણેય
પેલેટર પર આ રીતે ઉઠાવો EMI સેવાનો ફાયદો
- સૌથી પહેલા તમે રિટેલ મર્ચન્ટ પાસે જઈને તમારે જે ખરીદી કરવાની હોય તે સામાન પસંદ કરો.
- ત્યારબાદ આઈમોબાઈલ પે એપ (iMobile Pay App) યૂઝ કરો અને "Scan any QR" નો વિકલ્પ પસંદ કરો.
- જો લેવડદેવડની રકમ 10,000 રૂપિયા કે તેનાથી વધુ હોય તો PayLater EMI વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ 3, 6, 9 મહિનાની ટર્મ સિલેક્ટ કરો.
- ત્યારબાદ પૈસાની પુષ્ટિ કરો અને તમારું ટ્રાન્ઝેક્શન કમ્પલિટ થઈ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube