નવી દિલ્હી: ગત અઠવાડિયે સામાન્ય ખાતાધારકોને વિભિન્ન બેંકો દ્વારા બચતમાં ઓછું વ્યાજ આપવાના સમાચાર સતત મળી રહ્યા છે. હવે ફક્ત સરકારી બેંક જ બચત ખાતામાં ઓછું વ્યાજ આપવાની વાત કરી રહ્યા હતા. પરંતુ હવે આમાં વધુ એક બેંકનું નામ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી આઇસીઆઇસીઆઇ બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર આવતા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવો નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ થઇ ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે વ્યાજના નવા દર
ICICI Bank એ પોતાના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજના દર (interest rates) બદલી દેવામાં આવ્યા છે. હવે 50 લાખ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર વ્યા દર 3% રહેશે જ્યારે તેનાથી ઉપરની જમા રકમ પર 3.50% વ્યાજ મળશે. આ ફેરફાર 4 જૂન 2020થી લાગૂ થઇ જશે. 

આ નાણાકીય વર્ષમાં કેટલો થશે આર્થિક ઘટાડો, RBIના સર્વેમાં સામે આવ્યા ડરામણા પરિણામો


પીએનબીએ પણ ઘટાડ્યા વ્યાજ દર
દેશની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના ગ્રાહકોને લોકડાઉન વચ્ચે આંચકો આપ્યો છે. બેંકે ગ્રાહકોના બચત ખાતામાં મળનાર વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. નવા વ્યાજ દર આગામી મહિનાથી લાગૂ થઇ જશે. 

PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે


સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે બુધવારે બચત ખાતા પર વ્યાજ દરમાં 0.5 ટકા ઘટાડી દીધો છે. ઘટેલા વ્યાજ દર એક જુલાઇથી લાગૂ થશે. બેંકે ટ્વિટ કરીને જણાવ્યું કે 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર નવા વ્યાજ દર ત્રણ ટકા વાર્ષિક રહેશે. અત્યારે આ 3.50 ટકા છે. આ પ્રકારે 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ જમા પર વ્યાજ દર 3.25 ટકા રહેશે. અત્યારે આ 3.75 ટકા છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube