આ નાણાકીય વર્ષમાં કેટલો થશે આર્થિક ઘટાડો, RBIના સર્વેમાં સામે આવ્યા ડરામણા પરિણામો
કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 1.5 ટકાનો ઘટાડો આવી શકે છે.
Trending Photos
મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 1.5 ટકાનો ઘટાડો આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગુરૂવારે જાહેર થયેલા એક સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
રિઝર્વ બેંકના ગ્રાહક વિશ્વાસ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 'મે 2020માં ગ્રાહકોનો વિશ્વાસ તૂટી ગયો છે, હાલની સ્થિતિ ઇંડેક્સ (સીએસઆઇ) પોતાના ઐતિહાસિક નીચલા સ્તર પર આવી ગયો છે. આ ઉપરાંત એક વર્ષ આગળનું ભવિષ્ય સંભાવનાઓ ઇંડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે અને આ નિરાશાવાદના ક્ષેત્રમાં પહોંચી ચૂક્યો છે.
રિઝર્વ બેંક દ્વારા પ્રાયોજિત પ્રોફેશનલ ફોરકાસ્ટર્સ (એસપીએફ)ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીડીપીમાં 2020-21માં 1.5 ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષમાં વધારાની રાહત પર પરત ફરશે અને તેમાં 7.2 ટકાનો વધારો નોંધાશે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક વ્યક્તિગત અંતિમ વપરાશ ખર્ચ (પીએફસીઇ)માં ચાલૂ નાણાકીય વર્ષમાં 0.5 ટકાનો ઘટાડો આવશે. આગામી નાણાકીય વર્ષમાં તેમાં 6.9 ટકાના વધારાની આશા છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીએફસીએફમાં 2020-21માં 6.4 ટકાનો ઘટાડો આવશે. જોકે નાણાકીય વર્ષ 2021-22માં તેમાં 5.6 ટકાનો વધારો નોંધાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે