નવી દિલ્હીઃ દરેકને 2021ના બજેટથી (Budget 2021) ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં સામાન્ય રીતે લોકોની નજર કઈ રાહત મળે છે તેના પર સ્થિર હોય છે. કોરોના મહામારીને જોતા અનેક જાહેરાત થવાની પણ આશા છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય બજેટ 2021-22માં (Union Budget 2021) નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) મોટી જાહેરાતો કરી શકે છે. જો બજેટમાં આવકવેરા કાયદાની કલમ 80Cમાં ટેક્સ ડિડક્શન ક્લેમની સીમા વધારવામાં આવે છે, તો લોકો ડિડક્શન ક્લેમ કરવા માટે PPF, NSC અને LICમાંથી કયા વિકલ્પની પસંદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા મુજબ, લોકો ડિડક્શન ક્લેમ કરવા માટે PPFમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરશે. આ તારણ ટ્વિટર પોલ પરથી લેવામાં આવેલા સર્વેમાં બહાર સામે આવ્યું છે. નોંધનીય છે કે સેક્શન 80C હેઠળ માન્ય ટેક્સ સેવિંગ વિકલ્પોમાં રોકાણ કરીને 1.50 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે.


આ પણ વાંચોઃ Budget 2021: આ બજેટમાં સામેલ થઈ શકે છે આ ખાસ મુદ્દાઓ, Digital Education બનશે ભારતનું ભવિષ્ય


60 ટકા લોકોએ PPFની પસંદગી કરી
ફાઈનાન્શિયલ એક્સપ્રેસ ઓનલાઈનનાં ટ્વીટર પર એક પોલના માધ્યમથી માલુમ પડે છે કે, જો બજેટમાં નાણાં મંત્રી કલમ 80Cની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરે છે, તો ડિડક્શન ક્લેમ કરવા માટે 60 ટકા લોકો PPFની પસંદગી કરશે. 20 ટકા લોકોએ જીવન વિમા પોલિસીમાં રોકાણ કરવાની રુચિ દર્શાવી. જ્યારે હોમ લોન અને પોસ્ટ/NSC માટે 10-10 ટકા લોકોએ રુચિ દાખવી.


2021ના બજેટમાં લોકોની આ છે અપેક્ષાઓ
આવકવેરા કાયદાની સેક્શન 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવવાનો સૌથી જૂનો અને જાણીતો રસ્તો છે. હાલમાં ઈન્કમ ટેક્સ એક્ટ 80 CCE હેઠળ સેક્શન 80C, 80CCC અને 80CCD(1) અંતર્ગત એક વર્ષમાં કુલ 1.50 લાખ રૂપિયાની આવક પર વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. 2021ના બજેટમાં લોકો નાણામંત્રી પાસે વેરામુક્તિ મર્યાદા 1.50 લાખ રૂપિયાની આવકથી વધારીને 3 લાખ રૂપિયા સુધીની કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.


આ પણ વાંચોઃ Budget 2021: આ બજેટમાં રેલવે કર્મચારીઓ રાખી રહ્યાં છે આવી આશા-અપેક્ષાઓ


PPF ક્યારે મેચ્યોર થાય છે
PPFનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. પરંતુ 6 વર્ષ પૂરા થયા બાદ કેટલીક મર્યાદા સાથે ઉપાડવાની મંજૂરી હોય છે. PPF રોકાણ 15 વર્ષની પાકતી અવધિ પૂર્ણ થયા પછી પણ વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે. જ્યાં રોકાણકારોને ફ્રેશ ઈન્વેસ્ટમેન્ટ કરવાનો વિકલ્પ મળે છે અથવા ફક્ત ઈન્વેસ્ટેડ રહેવા અને ફ્રેશ ઈન્વેસ્ટમેન્ટ કર્યા વગર જ કમવવાનો સારો ઓપ્શન મળે છે.


વાંચો બજેટના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube