Budget 2021: આ બજેટમાં રેલવે કર્મચારીઓ રાખી રહ્યાં છે આવી આશા-અપેક્ષાઓ
કર્મચારીઓનું કહેવુ છે કે કોરોના સંક્રમણથી GDPને નુકસાન થયું હતું, પરંતુ હવે સ્થિતિ મોટા પ્રમાણમાં સામાન્ય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કોરોના સમયગાળા દરમિયાન રાત-દિવસ કામ કરતા કર્મચારીઓના DA લાગેલા પ્રતિબંધોને દૂર થવા જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓના હિત માટે પગલાં ભરવા જોઈએ.
- 2021ના બજેટમાં રેલવે કર્મચારીઓની આશા-અપેક્ષાઓ
- રેલવેના વિકાસ માટે નવી ભરતીની જરૂરઃ રેલ કર્મચારીઓ
- કોરોનામાં અટકાવેલુ DA આપવાની કર્મીઓની માગ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2020 આખુ કોરોના મહામારીમાં પસાર થયા બાદ, નાણામંત્રી નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ સરકારનું બજેટ રજૂ કરવાના છે. નાના-મોટા તમામ લોકોને બજેટમાં કંઈક સારુ હોવાની આશા છે, ત્યારે રેલવે કર્મચારીઓની બજેટ અંગે શું આશા-અપેક્ષા છે ચાલો જાણીએ.
રેલવે કર્મચારીઓ (Railway employees) ને કેન્દ્ર સરકારના બજેટ (Unioun Budget) થી વધારે અપેક્ષાઓ છે. તેમનું માનવું છે કે દેશમાં રેલવેના વિકાસ માટે નવી ભરતી શરૂ કરવાની જરૂર છે. આ માટે રેલ અને કર્મચારીઓ માટે બજેટ વધારવાની જરૂર છે. કર્મચારીઓનું કહેવુ છે કે કોરોના સંક્રમણથી GDPને નુકસાન થયું હતું, પરંતુ હવે સ્થિતિ મોટા પ્રમાણમાં સામાન્ય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કોરોના સમયગાળા દરમિયાન રાત-દિવસ કામ કરતા કર્મચારીઓના DA લાગેલા પ્રતિબંધોને દૂર થવા જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓના હિત માટે પગલાં ભરવા જોઈએ.
ઉગ્રસેન સિંહે (શાખા સચિવ, ઉત્તરી રેલવે મેન્સ યુનિયન દહેરાદૂન શાખા) જણાવ્યું કે રેલવેનો એક કર્મચારી ચાર કર્મચારીઓનો ભાર સહન કરી રહ્યો છે. માત્ર દહેરાદૂન વિશે વાત કરવામાં આવે તો, સ્થિતિ એ છે કે યોગનગરી ઋષિકેશ સ્ટેશન પર કામ કરવા માટે કર્મચારીઓને દહેરાદૂનથી બોલાવવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે પણ રેલવે ભરતી માટેના અલગ બજેટને મંજૂરી આપવી જોઈએ.
ઉમેશ કુમારે (શાખાના પ્રમુખ, ઉત્તરી રેલવે મેન્સ યુનિયન દહેરાદૂન શાખા) જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા કર્મચારીઓનું DA રોકી દેવામાં આવ્યુ હતું. દેશમાં અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓએ પણ સરકારના એ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. હવે સ્થિતિ સામાન્ય થવા લાગી છે. આવી સ્થિતિમાં બજેટમાં જોગવાઈઓ કરીને DA પરનો પ્રતિબંધ દૂર કરીને કર્મચારીઓને આપવુ જોઈએ.
નરેશ કુમારે (શાખાના ટ્રેઝરર, નોર્ધન રેલવે મેન્સ યુનિયન દહેરાદૂન શાખા) કહ્યું કે કેન્દ્ર સરકારે (Central Government) પણ રેલવે કર્મચારીઓના હિત માટે બજેટ બનાવવું જોઈએ. અહીંની રેલવે કોલોનીમાં રેલવે કર્મચારીઓનાં મકાનો તૂટેલી હાલતમાં છે. ક્યાંક ફ્લોર તૂટી ગયો છે અને ક્યાંક દરવાજો તૂટી ગયો છે. આવી સ્થિતિમાં સરકારે તેની મરામત માટે અલગ બજેટ બનાવવું જોઈએ.
જ્ઞાનેન્દ્ર શ્રીવાસ્તવે (શાખા સચિવ, ઉત્તર રેલ્વે મઝદુર યુનિયન દહેરાદૂન) જણાવ્યું કે કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન પ્રથા પુનઃ સ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે. કર્મચારી વર્ગની આ મોટી માગ પર પણ કાર્યવાહી કરવાની જરૂર છે. તેથી, આ બજેટમાં જોગવાઈઓ કરીને નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજનાને લાગૂ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે