1 વર્ષ માટે પૈસાનું કરવું છે રોકાણ, બમ્પર રિટર્ન જોઈએ તો આ 5 ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પોમાંથી કરો પસંદગી
ફાઈનાનન્શિયલ એક્સપર્ટનું કહેવું છે કે ઈન્વેસ્ટરોને અલગ-અલગ ટાઈમ ફ્રેમ અનુસાર રોકાણ કરવું જોઈએ. તેનાથી શાનદાર રિટર્ન પણ મળે છે અને પૈસાની તંગી પણ થતી નથી.
નવી દિલ્હીઃ ઘણા લોકો સમજ્યા-વિચાર્યા વગર રોકાણ કરે છે. ત્યારબાદ નુકસાન ઉઠાવવાનો વારો આવે છે. જ્યારે પૈસાની જરૂર પડે તો એફડી તોડવાની નોબત આવે છે. તેનાથી બચવા માટે જો તમે સમજદારીથી રોકાણ કરો તો ન માત્ર શાનદાર રિટર્ન મેળવી શકાય છે પરંતુ પૈસાની જરૂર પડે તો મુશ્કેલી પણ થતી નથી. ફાઇનાન્શિયલ એક્સપર્ટનું કહેવું છે કે રોકાણકારોએ અલગ-અલગ ટાઇમ ફ્રેમ અનુસાર રોકાણ કરવું જોઈએ. તેનાથી તમને શાનદાર રિટર્ન મળે છે.
બેન્ક એફડીઃ બેન્ક એફડીમાં તમે એફડી 7 દિવસથી 1 વર્ષ માટે કરી શકો છો. આમ તો એફડી 5 કે 10 વર્ષ માટે કરી શકાય છે. જોખમ વગર રિટર્ન ઈચ્છો છો તો 1 વર્ષની એફડી પર 3.40% થી લઈને 5.75% સુધી વ્યાજ મેળવી શકાય છે.
કંપની એફડીઃ ઘણી કંપનીઓ પોતાના કારોબાર માટે માર્કેટમાંથી પૈસા ભેગા કરે છે. તે આ માટે કંપની એફડી જારી કરે છે. કંપની એફડીમાં બેન્કથી વધુ રિટર્ન મળે છે. પરંતુ રોકાણ પહેલા ક્રિસિલ, કેયર અને આઈસીઆરએ જેવા ક્રેડિટ બ્યૂરો દ્વારા આપવામાં આવેલા તેના રેટિંગની તપાસ કરો. આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ 1 વર્ષની એફડી પર 7 ટકા અને મણિપાલ હાઉસિંગ ફાઈનાન્સ સિન્ડિકેટ 8.25 ટકા વ્યાજ આપે છે.
આ પણ વાંચોઃ શું કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં થશે 4% નો વધારો? સરકાર જલદી કરશે જાહેરાત
પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટઃ તમે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. 30 સપ્ટેમ્બર, 2023ને સમાપ્ત થનારા ક્વાર્ટર માટે 1 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ પર 6.9 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે. વ્યાજની ચુકવણી વાર્ષિક આધારે કરવામાં આવે છે. ગણતરી ત્રિમાસિક કરવામાં આવે છે.
રિકરિંગ ડિપોઝિટ (RD): તમે 6, 9 કે 12 મહિના માટે આરડીમાં રોકાણ કરી શકો છો. આરડીમાં રોકાણ કરવાની ઓછામાં ઓછી મર્યાદા છ મહિનાની છે, જ્યારે વધુમાં વધુ 10 વર્ષ છે. આરડી પર 6.75 ટકાથી લઈને 7.25 ટકા સુધી વ્યાજ મળે છે.
ડેટ મ્યૂચુઅલ ફંડઃ તમે ટૂંકા ગાળા માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. તમે આમાં વધુમાં વધુ 12 મહિના માટે રોકાણ કરી શકો છો. સરેરાશ તમને 6% થી 7% નું વળતર મળશે. તે જ સમયે, તમે લિક્વિડ ફંડ પણ પસંદ કરી શકો છો. તમે લિક્વિડ ફંડમાં વધુમાં વધુ 91 દિવસ સુધી રોકાણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube