નવી દિલ્હી : આજકાલ ક્રેડિટ કાર્ડ (Credit Card) સાથે અલગઅલગ ફિચર મળતા હોય છે. આ ક્રેડિટ કાર્ડ સાથે ટ્રાવેલ રિવોર્ડ, મૂવી ટિકિટ, કાર્ડ ફ્યુઅલ ચાર્જ કે પછી IRCTC ટિકિટ બુકિંગ પર ડિસ્કાઉન્ટ મળે છે. આ સંજોગોમાં લોકો એક કરતા વધારે ક્રેડિટ કાર્ડ લે છે પણ હકીકતમાં એક કરતા વધારે ક્રેડિટ કાર્ડ લેવાથી ક્રેડિટ સ્કોર (Credit Score) બગડી શખે છે. જોકે આ બધી વાતનો આધાર તમારી પરિસ્થિતિ પર આધાર રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે નક્કી થાય ક્રેડિટ સ્કોર
ક્રેડિટ સ્કોરના આધારે અનુમાન લગાવી શકાય છે કે તમારા દ્વારા લોન ચૂકવણીની સંભાવના કેટલી છે? ક્રેડિટ સ્કોર નક્કી કરતી વખતે આ પાંચ વાતોનું ધ્યાન રાખો. 
1. પેમેન્ટ હિસ્ટ્રી
2. ક્રેડિટનો કેટલો વપરાશ કર્યો
3. ક્રેડિટ હિસ્ટ્રી કેટલી જૂની છે
4. નવી લોન કે પછી લોન માટે પૂછપરછ
5. કેટલી લોન લીધી છે


ઘણીવાર Credit card વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને Credit card statement જોઇને આપના હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટ (Bank acccount) માં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂર રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે. 


જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર કર્યું નથી અને તેને આગામી મહિના માટે ટાળી દીધું તો તેના 2 નુકસાન છે.1 ) આગામી મહિને તમારે પુરા પેમેન્ટ સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે. 2) પુરા પૈસા, વ્યાજ અને પેનલ્ટી આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એ પણ થઇ શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જશે અને પછી પેમેન્ટ ન કરશો નહી. તેનાથી સારું છે કે તમે મિનિમમ ડ્યૂ પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ પર ધ્યાન આપશો તો ટોટલ આઉટસ્ટેડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખેલી હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે, પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આગામી મહિને ખર્ચ પર લગામ લગાવીને તમે પુરૂ પેમેન્ટ કરી શકો છો. 


દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. આપણે મહિને એટલી રકમ ખર્ચ કરી શકો છો. પેમેન્ટ ડેટ પર ખર્ચ કરવામાં આવેલી રાશિ ચૂકવતાં તમારે કોઇ એક્સટ્રા ચાર્જ અથવા વ્યાજ ચૂકવવું નહી પડે. જોકે જો તમે ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કર્યો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ લગભગ 600 થી 1000 રૂપિયા સુધી થઇ શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે તમારી ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો, અને તેનાથી વધુ ખર્ચ ન કરો. તમે ક્રેડિટ કાર્ડ કંપની સાથે સંપર્ક કરીને તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી શકો છો.  


ધ્યાનમાં લેવાની વાતો
1. જરૂરતથી વધારે ક્રેડિટ કાર્ડ ન લો.
2. ક્રેડિટ લિમિટનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.
3. એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાનું અયોગ્ય નથી. જોકે એને યોગ્ય રીતે મેનેજ ન કરવામાં આવે તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...