રેલવેએ આ ટ્રેનોમાં યાત્રા કરવા માટે બદલયો નિયમ, તમારે જાણવું છે જરૂરી
ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે ખાસ એલર્ટ. હવેથી રેલવેએ 15 જોડી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકડાઉનની વચ્ચે રેલવેએ આ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ નિયમ 24 મે, 2020થી બુકિંગ પર લાગુ થઈ ગયા છે. જો કે, જે ટ્રેન 31 મે સુધી ચાલશે તેના પર લાગુ થશે.
નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે ખાસ એલર્ટ. હવેથી રેલવેએ 15 જોડી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકડાઉનની વચ્ચે રેલવેએ આ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ નિયમ 24 મે, 2020થી બુકિંગ પર લાગુ થઈ ગયા છે. જો કે, જે ટ્રેન 31 મે સુધી ચાલશે તેના પર લાગુ થશે.
આ પણ વાંચો:- 5 વર્ષનો માસૂમ બાળક એકલો વિમાનમાં બેસી 3 મહિના બાદ પહોંચ્યો માતાને મળવા
આ નિયમોમાં થશે ફરેફાર
- રેલવેએ હવે સ્પેશિયલ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશનનો સમય 7 દિવસથી વધારી 30 દિવસનો કર્યો છે.
- આ ઉપરાંત આ ટ્રેનોમાં કોઈ પ્રકારનું તત્કાલ બુકિંગ થશે નહીં.
- RAC/વેટિંગ લિસ્ટવાળી ટિકિટ આ ટ્રેનો માટે જાહેર થશે. જો કે, વેટિંગ ટિકિટવાળા યાત્રિઓને ટ્રેનમાં ચઢવા દેવામાં આવશે નહીં.
- પહેલો ચાર્ટ ટ્રેનના આવવાના સમયના 4 કલાક પહેલા જાહેર થશે. ત્યારે બીજો ચાર્ટ બે કલાક પહેલા બનશે (પહેલા આ 30 મીનિટ પહેલા બનાવવામાં આવતો હતો) પહેલા અને બીજા ચાર્ટની વચ્ચે કરંટ બુકિંગ ચાલુ રહેશે.
- યાત્રી કાઉન્ટર ઉપરાંત પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર, આઇઆરસીટીસીના અધિકૃત એજન્ટ અને કોમન સર્વિસ સેન્ટરથી પણ બુકિંગ કરાવી શકે છે.
- રેલવેએ તે સ્પષ્ટ કર્યું છે કે, શ્રમિક ટ્રેનોના યાત્રિયોનું કંટ્રોલ હજુ પણ સંબંધિત રાજ્યોના હાથમાં રહેશે.
- કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરસ્થ સ્થાનો પર સરકારની ઈ-સેવાઓને ઉપલબ્ધ કરાવતું કેન્દ્ર છે. આ સેન્ટર તે સ્થાનો પર હોય છે, જ્યાં કોમ્પ્યુટરો અને ઇન્ટરનેટની ઉપલબ્ધ્તા ખુબ જ ઓછી હોય છે અથવા નથી હોતી. મંત્રીએ તે પણ કહ્યું કે, આગામી બે- ત્રણ દિવસમાં કેટલાક સ્ટેશનોમાં કાઉન્ટરો પર પણ બુકિંગ શરૂ થશે.
આ પણ વાંચો:- ઇતિહાસમાં પ્રથમવાર ટાટા સમુહની કંપનીઓના સીઈઓ અને એમડીના પગારમાં થશે 20%નો ઘટાડો
સામાન્ય સ્થિતિ તરફ લઈ જવું પડશે
ગોયલે કહ્યું કે, આપણે ભારતને સામાન્ય સ્થિતિની તરફ લઈ જવાનું રહેશે. અમે તે સ્ટેશનોની ઓળખ કરવાનો પ્રોટોકોલ બનાવી રહ્યાં છે, જ્યાં કાઉન્ટરોને ખોલવામાં આવી શકે છે. અમે તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે કાઉન્ટર પર ટિકિટ બુક કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત ના થાય તે માટે અમારે સ્થિતિનું આકલન કરવાનું રહે છે અને તેના માટે પ્રોટોકોલ બનાવી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube