ઇતિહાસમાં પ્રથમવાર ટાટા સમુહની કંપનીઓના સીઈઓ અને એમડીના પગારમાં થશે 20%નો ઘટાડો


ટાટા સમુહના ઇતિહાસમાં પ્રથમવાર તમામ સીઈઓ તથા એમડીના પગારમાં લગભગ 20 ટકાનો ઘટાડો થવા જઈ રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય કંપનીને કોરોના વાયરસ મહામારીથી થયેલા નુકસાનની ભરપાઈ કરવો અને કર્મચારીઓના હિતોની રક્ષા કરવાનો છે. 

ઇતિહાસમાં પ્રથમવાર ટાટા સમુહની કંપનીઓના સીઈઓ અને એમડીના પગારમાં થશે 20%નો ઘટાડો

મુંબઈઃ કોરોના વાયરસ મહામારીથી થયેલા નુકસાનની ભરપાઈ માટે ટાટા સમુહ પોતાના ઈતિહાસમાં પ્રથમવાર ટાટા સન્સના ચેરમેન તથા સહાયક કંપનીઓના બધા સીઈઓના વેતનમાં લગભગ 20 ટકાનો Tata group salary cut) ઘટાડો કરશે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તથા કંપનીઓની વ્યવહારીતાની ખાતરી કરવાનો છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. 

ઈન્ડિયા હોટલ્સે પહેલા જ કરી જાહેરાત
ગ્રુપની સૌથી મહત્વની અને સૌથી વધુ નફો આપનારી કંપની ટાટા કન્સલ્ટન્સી સેવાઓ  (TCS)એ સૌથી પહેલા પોતાના સીઈઓ રાજેશ ગોપીનાથનના પગારમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ઇન્ડિયા હોટલ્સ પહેલા જ કહી ચુકી છે કે તેનું વરિષ્ઠ નેતૃત્વ આ ક્વાર્ટરમાં પોતાના પગારનો એક ભાગ કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપશે. 

ગ્રુપના અન્ય સીઈઓ પણ લેશે ઓછો પગાર
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવરસ ટ્રેન્ટ, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ તથા વોલ્ટાસના સીઈઓ તથા એમડી પણ ઓછો પગાર લેશે. કંપનીના આ પગલાની જાણકારી રાખનાર અધિકારીઓએ કહ્યુ કે, ચાલુ નાણાકીય વર્ષના બોનસમાં પણ ઘટાડો થશે.

Amphan સાયક્લોનથી ભારતને 1 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થવાની આશંકા

ટાટાના ઇતિહાસમાં આ પ્રથમ વાર
ટાટા ગ્રુપના એક સર્વોચ્ચ સીઈઓએ નામ ન જાહેર કરવાની શરત પર કહ્યુ, ટાટા સમુહના ઈતિહાસમાં આવો સમય ક્યારેય આવ્યો નથી અને આ સમયે કારોબારને બચાવી રાખવા માટે કેટલાક આકરા નિર્ણય કરવાની જરૂર છે. તેમણે કહ્યુ, યોગ્ય નેતૃત્વની ખાતરી કરવા માટે અમે બધા આ પગલું સહાનુભૂતિની સાથે ઉઠાવશું. ટાટા સમુહની સંસ્કૃતિ રહી છે કે જ્યાં સુધી સંભવ થઈ શકે, કર્મચારીઓના હિતોની રક્ષા થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news