નવી દિલ્હીઃ વર્ષ 2009ની વાત છે, કોંગ્રેસની આગેવાની વાળી યૂપીએ સરકાર બીજીવાર સત્તામાં આવી હતી. આ વર્ષે નાણાકીય વર્ષ 2008-09ના જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ આંકડાથી માહિતી મળી હતી કે વર્ષ 2008-09 (એપ્રિલથી માર્ચ)માં દેશની જીડીપી એટલે કે વિકાસ દર 3.09 ટકા રહ્યો. જીડીપીના આ આંકડા પર વૈશ્વિક મંદીની અસર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, વર્ષ 2008માં વિશ્વભરમાં મંદી છવાયેલી હતી. આ મંદીનો પ્રભાવ ભારતીય અર્થતંત્ર પર જોવા મળ્યો હતો. તેની અસર જીડીપીના આંકડા પર પણ જોવા મળી હતી. આજે 11 વર્ષ બાદ દેશની જીડીપી ફરી એકવાર તે સ્તરને નજીક પહોંચી ગઈ છે. 


હકીતકમાં, વર્ષ 2019-20નમાં જીડીપીનો વિકાસદર 4.2 ટકા રહ્યો. આ આશરે 11 વર્ષનું નિચલું સ્તર છે. આ પહેલા 2008-09માં જીડીપી ગ્રોથ આ સ્તર સુધી પહોંચ્યો હતો. 


આ 11 વર્ષમાં જીડીપીના ચાલની વાત કરીએ તો ગ્રોથનું સૌથી ઉચ્ચતમ સ્તર વર્ષ 2016/17માં રહ્યું હતું. તે નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 8.25 ટકા રહ્યો. પરંતુ ત્યારબાદ 3 વર્ષમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 


વર્ષ 2019/20ના ચારેય ક્વાર્ટરની સ્થિતિ
નાણાકીય વર્ષ 2019/20ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે જીડીપી વિકાસદર 3.1 ટકા પર આવી ગયો છે. આ સિવાય 2019/20ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટને સંશોધિત કરી 5.6 ટકા અને બીજા ક્વાર્ટર માટે 5.1 ટકા કરી દેવામાં આવ્યો હતો. 


અર્થતંત્ર આખુ વર્ષ ઘુંટણીયે જ ચાલ્યું: GDP ગ્રોથ રેટ 4.2, અનેક ચોંકાવનારા આંકડા 


આ વર્ષ વધુ ખરાબ
કોરોના વાયરસના પ્રકોપને જોવા નાણાકીય વર્ષ 2020/2021નું વર્ષ વધુ ખરાબ રહેવાની આશંકા છે. થોડા દિવસ પહેલા આરબીઆઈએ ત્યાં સુધી કહ્યું હતું કે નાણાકીય વર્ષ 20-21 દરમિયાન દેશનો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે એટલે કે તેમાં ઘટાડો થશે. 


રાહત પેકેજનો ફાયદો નહીં
કોરોના સંકટને જોતા મોદી સરકારે આશરે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. દેશની સામે આ પેકેજની વિગતો નાણામંત્રી રાખી ચુક્યા છે. પરંતુ તમામ રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે રાહત પેકેજથી જીડીપીને ફાયદો થશે નહીં. આ પેકેજનો મોટો ભાગ ક્રેડિટ સ્કીમની જેમ છે. તેવામાં તેનાથી ઇકોનોમીમાં કોઈ ઉત્સાહ આવશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર