નવી દિલ્હીઃ ભારતની અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષના અંત સુધી કોરોના વાયરસ મહામારી પહેલાના સ્તર પર પહોંચી જશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રવિવારે આ વાત કહી છે. કુમારે કહ્યુ કે, હાલના નાણાકીય વર્ષમાં જીડીપીમાં 8 ટકાથી ઓછો ઘટાડો રહેવાનું અનુમાન છે. મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પણ હાલના નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાના અનુમાનને 9.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, 'આપણે ચોક્કસપણે આગામી નાણાકીય વર્ષ (2021-22)ના અંત સુધી કોરોના વાયરસ મહામારીના પહેલાના સ્તર પર પહોંચી જશું.' તેમણે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષમાં જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આસા કરતા વધુ રિકવર થઈ છે. વિનિર્માણ ગતિવિધિઓ વધવાનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું છે. 


બે વર્ષ બાદ અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, લોકોની ચિંતા વધી


ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા ઘટીને 7.5 ટકા રહી. આ રીતે આગળ પણ અર્થવ્યવસ્થામાં રિકવરીની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કુમારે સંપત્તિના મૌદ્રિકરણ પર ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ, 'આ કાર્ય હાલના સમયમાં જારી છે અને તેના પર ઉચ્ચસ્તરથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે આ કામને જાળવી રાખીશું અને તે નક્કી કરશું કે સંપત્તિના મૌદ્રિકરણના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય.'


ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે વિનિવેશના માધ્યમથી 2.10 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં 1.20 લાખ કરોડ રૂપિયા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ભાગીદારીના વેચાણ અને 90,000 કરોડ રૂપિયા નાણાકીય સંસ્થામાં સરકારની ભાગીદારી વેચીને ભેગા કરવાની યોજના છે. 


કુમારે કહ્યું, બેન્કિંગ ક્ષેત્રનો વધુ વિસ્તાર કરવાની જરૂર છે અને સાથે સ્પર્ધા વધારવાની જરૂર છે. કારણ કે વ્યક્તિગત લોનથી જીડીપીનો રેશિયો ખુબ ઓછો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube