બે વર્ષ બાદ અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, લોકોની ચિંતા વધી

બે વર્ષ બાદ અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, લોકોની ચિંતા વધી
  • છેલ્લા એક માસમાં ડીઝલની કિંમતમાં 3.06 રૂપિયા જેટલો જંગી વધારો નોંધાયો છે. વધતી જતી પેટ્રોલ-ડીઝલની કિંમતો શહેરીજનોના બજેટ પર અસર કરી રહી છે. 

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં બે વર્ષ બાદ એકવાર ફરી પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ (petrol price) 80.80 રૂપિયા જઈ પહોંચ્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2018માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પર પહોંચ્યો હતો. છેલ્લા એક માસમાં પેટ્રોલનો ભાવ 1.96 રૂપિયા જેટલો વધ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં ડીઝલનો ભાવ (diesel price) પણ 80 રૂપિયાની નજીક પહોંચ્યો છે. ડીઝલનો ભાવ 79.25 રૂપિયા જઈ પહોંચ્યો છે. છેલ્લા એક માસમાં ડીઝલની કિંમતમાં 3.06 રૂપિયા જેટલો જંગી વધારો નોંધાયો છે. વધતી જતી પેટ્રોલ-ડીઝલની કિંમતો શહેરીજનોના બજેટ પર અસર કરી રહી છે. 

આ પણ વાંચો : અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા

ડિસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એવી આગ લાગી છે કે, રોકાવાનું નામ નથી લઈ રહી. રવિવાર બંનેના ભાવમાં વધારો થયો છે. કંપનીઓએ દિલ્હીમાં 28 પૈસા અને 29 પૈસાનો વધારો કર્યો છે. તેનાથી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 83.41 રૂપિયા પ્રતિ લીટર વેચાવા લાગ્યું છે. જ્યારે કે ડીઝલનો ભાવ 73.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. 

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં આવેલી તેજીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બેન્ચમાર્ક કાચા તેલ બ્રેંટ ક્રુડનો ભાવ 50 ડોલર પ્રતિ બેરલને નજીક પહોંચી ગયો છે. આ પહેલા તેલ કંપનીઓએ શનિવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 27 પૈસા, કોલકાત્તા અને મુંબઈમાં 26 પૈસા, જ્યારે કે ચેન્નાઈમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સીનની કિંમત અને બજેટ અંગે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું....?

રોજ બદલાય છે ભાવ
ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવતો રહે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય બાબતો જોડ્યા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news