Indian Railways: રેલવે બોર્ડ તરફથી ટ્રેન દુર્ઘટનાના પીડિત લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે દુર્ઘટનામાં જો કોઈ વ્યક્તિનું મોત થાય અથવા તો તે ઇજાગ્રસ્ત થાય તો તેને મળતા વળતરમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. વળતરની રકમ આ પહેલા વર્ષ 2012 અને 2013 માં બદલવામાં આવી હતી. ત્યાર બાદ હવે રેલવે તરફથી આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે અનુસાર રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુની ઘટનામાં વળતરની રકમ જે 50,000 રૂપિયા હતી તેને 5 લાખ કરવામાં આવી છે. આ સિવાય ગંભીર ઇજા થઈ હોય તેવી ઘટનામાં વળતર 25,000 રૂપિયા આપવામાં આવતું હતું. હવે તેને અઢી લાખ કરવામાં આવ્યું છે. 


ટ્રેન દુર્ઘટનામાં જો કોઈ વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હોય તો તેને 5,000 નું વળતર આપવામાં આવતું હતું તે રાશિને હવે 50,000 રૂપિયા કરવામાં આવી છે. આ અંગે રેલવે વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી છે. આ નિયમને રેલવે વિભાગ તરફથી તત્કાલ અસરથી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો:


40 લાખ રૂપિયાની હોમ લોન પર 16 લાખની બચત; આ ટ્રિકથી જલ્દી પુરી થઈ જશે લોન


IPO: લિસ્ટિંગ પર થઈ શકે છે 80%  નો નફો, ₹75 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ, જાણો વિગત


અન્ડરવેરના વેચાણમાં ઘટાડો, શું દેશમાં મંદી આવવાની છે? જાણો ઇકોનોમી સાથે કનેક્શન


રેલ્વેના નવા નિયમ અનુસાર ટ્રેન અને માનવયુક્ત રેલવે ક્રોસિંગ દુર્ઘટનામાં જો કોઈનું મૃત્યુ થાય તો તેના પરિવારના લોકોને 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આવી દુર્ઘટનામાં જો કોઈ ગંભીર રીતે ઘાયલ થાય તો તેને 2.5 લાખ રૂપિયા મળશે. જો ક્રોસિંગ દુર્ઘટનામાં કોઈને સામાન્ય ઇજા થાય તો તેને 50,000 રૂપિયાની મદદ મળશે. 


રેલ્વે તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે વળતરના આ લાભમાં આતંકી હુમલો, હિંસક હુમલો અને ટ્રેનમાં લૂંટ જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રેનમાં જો આ પ્રકારની કોઈ દુર્ઘટના થશે તો તેના પીરિતોને ઉપર જણાવ્યા અનુસાર વળતર પ્રાપ્ત થશે. 


રેલવે વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે ટ્રેન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 30 દિવસથી વધારે સમય સુધી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે તો તેને વધારાનું વળતર પણ મળશે. એટલે કે જો ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 30 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રાખવો પડે તેમ હોય તો તેને 30 દિવસ પછી રોજના 3,000 રૂપિયા લેખે વળતર આપવામાં આવશે. આ વળતર બીજા 10 દિવસ સુધી અથવા તો દર્દીને હોસ્પિટલમાંથી રજા મળે ત્યાં સુધી આપવામાં આવી શકે છે.