IPO: લિસ્ટિંગ પર થઈ શકે છે 80% નો નફો, ₹75 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ, 25 સપ્ટેમ્બર સુધી લગાવી શકશો દાવ

Hi-Green Carbon IPO: શેર બજારમાં આજે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ખુલી ગયો છે. હાઈ-ગ્રીન કાર્બનના આઈપીઓમાં ઈન્વેસ્ટરો 25 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકશો. ગ્રે માર્કેટમાં કંપનીના શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 
 

IPO: લિસ્ટિંગ પર થઈ શકે છે 80%  નો નફો, ₹75 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ, 25 સપ્ટેમ્બર સુધી લગાવી શકશો દાવ

Hi-Green Carbon IPO: બેકાર ટાયરોને રિસાઇકલ કરનારી કંપની હાઈ-ગ્રીન કાર્બન લિમિટેડનો આઈપીઓ આજ એટલે કે 21 સપ્ટેમ્બરથી રોકાણ માટે ઓપન થઈ ગયો છે. હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓ એક એસએમઈ આઈપીઓ છે અને તે 25 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. હાઈ-ગ્રીન આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 71થી 75 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓની લોટ સાઇઝ 1600 શેર છે અને રિટેલ ઈન્વેસ્ટરે તે માટે ઓછામાં ઓછા 120,000 લાખ રૂપિયા રોકાણ કરવા પડશે. 

રોકાણકારોનો બમ્પર રિસ્પોન્સ
હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓના પહેલા દિવસે ઈન્વેસ્ટરોનો શાનદાર રિસ્પોન્સ રહ્યો છે. બોલી પ્રક્રિયાના પ્રથમ દિવસે ગુરૂવારે આઈપીઓને અ્યાર સુધી 5 ગણો સબ્સક્રાઇબ કરી દેવામાં આવ્યો છે. આઈપીઓનો બપોરે 1.45 કલાક સુધી ઓફર પર 46.33 લાખ શેરના મુકાબલે 2.31 કરોડ ઈક્વિટી શેર માટે બોલીઓ મળી. IPOને અત્યાર સુધીમાં રિટેલ કેટેગરીમાં 5.34 વખત, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 7.01 ગણું અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 1.53 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.

શું ચાલી રહ્યો છે GMP?
બજાર જાણકારો અનુસાર હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓનો જીએમપી આજે ગ્રે માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ શેર છે. જીએમસી આજે 20 સપ્ટેમ્બરના 50 રૂપિયાથી વધુ છે. નવો જીએમપી જણાવે છે કે હાઈ-ગ્રીન કાર્બન શેર ગ્રે માર્કેટમાં 60 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. આજે હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓ જીએમપી અને આઈપીઓ પ્રાઇઝને ધ્યાનમાં રાખતા કંપનીના શેરનું લિસ્ટિંગ 135 રૂપિયા પર થઈ શકે છે, જે આઈપીઓ કિંમતથી 80 ટકા વધુ છે. 

હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓની વિગત
હાઈ-ગ્રીન કાર્બન આઈપીઓ આજે 21 તારીખે ઈન્વેસ્ટમેન્ટ માટે ઓપન થયો છે અને 25 સપ્ટેમ્બરે બંધ થશે. કંપની 28 સપ્ટેમ્બરે એલોટમેન્ટ કરી શકે છે અને 29 સપ્ટેમ્બરથી રિફંડની શરૂઆત થશે, જ્યારે શેર ડીમેટ ખાતામાં જમા થશે. કંપની 4 ઓક્ટોબરે શેર બજારમાં એન્ટ્રી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news