અન્ડરવેરના વેચાણમાં ઘટાડો, શું દેશમાં મંદી આવવાની છે? જાણો અન્ડરવેર સાથે ઈકોનોમીનું શું છે કનેક્શન

દેશમાં તાજેતરમાં અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થયો છે. તેનું કારણ કંપનીઓ પાસે ઈન્વેન્ટ્રી વધી ગઈ છે. અન્ડરવેરના વેચાણનું સામાન્ય લોકોની ખર્ચ કરવાની ક્ષમતા સાથે સીધુ કનેક્શન છે. જ્યારે તેના હાથમાં પૈસા ઓછા હોય તો તે સૌથી પહેલા અન્ડરવેરની ખરીદી ટાળે છે. 
 

અન્ડરવેરના વેચાણમાં ઘટાડો, શું દેશમાં મંદી આવવાની છે? જાણો અન્ડરવેર સાથે ઈકોનોમીનું શું છે કનેક્શન

નવી દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં લાંબા સમયથી મંદી (Recession)ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનને હાલમાં આર્થિક મોર્ચા પર ઝટકા લાગ્યા છે. પરંતુ ભારત અત્યાર સુધી તેનાથી બચેલું હતું. પરંતુ હાલમાં આવેલા એક સંકેતે જાણકારોના કાન ઊભા કરી દીધા છે. દેશમાં અન્ડરવેરના વેચાણમાં હાલમાં ઘટાડો થયો છે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે અન્ડરવેર બનાવનારી કંપનીઓની સાથે ઈન્વેન્ટ્રી બધી ગઈ છે, જ્યારે તેનું વેચાણ ઘટી ગયું છે. અર્થશાસ્ત્રીઓ પ્રમામે જ્યારે મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખપાબ થાય છે તો તે સૌથી પહેલા અન્ડરવેર જેવી વસ્તુની ખરીદી ટાળવા લાગે છે. તમામ સેગમેન્ટમાં અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થયો છે. શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ અન્ડરવેરનું વેચાણ ઘટ્યું છે. 

ગયા વર્ષની સરખામણીએ આ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અન્ડરવેરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. અન્ડરવેરના ઘટતા વેચાણને કારણે કંપનીઓને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, જોકી બ્રાન્ડની અંડરવેર બનાવતી કંપની પેજ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં ઘટાડો થયો છે અને વેચાણમાં પણ ઘટાડો થયો છે. ઘટતા વેચાણને કારણે તેણે વધારાની ઇન્વેન્ટરી એકઠી કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં મોંઘવારી આરબીઆઈની મર્યાદાની બહાર જઈ રહી છે. મોંઘવારી સામાન્ય માણસનું બજેટ બગાડે છે અને તેના કારણે ગ્રાહકોના સેન્ટિમેન્ટને અસર થાય છે.

અન્ડરવેર અને ઈકોનોમીનું કનેક્શન
જાણકારો પ્રમાણે અન્ડરવેરના વેચાણમાં ઘટાડો ઇકોનોમી માટે સારો સંકેત નથી. તે એ વાતનો સંકેત છે કે લોકોના હાથ બંધાય ગયા છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ વડા, એલન ગ્રીનસ્પેને અર્થતંત્રને સમજવા માટે પુરુષોના અન્ડરવેર ઇન્ડેક્સની (Men’s Underwear Index)રચના કરી હતી. આ મુજબ, જ્યારે કોઈ દેશમાં પુરુષોના અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થાય છે, ત્યારે તે અર્થતંત્રમાં મંદીનો સંકેત છે. 2007 અને 2009 વચ્ચે યુએસમાં આવેલી આર્થિક મંદી પહેલા અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થયો હતો.

ગ્રીનસ્પેને 1970ના દાયકામાં મેન્સ અન્ડરવેર ઈન્ડેક્સની થ્યોરી આપી હતી. તેનું કહેવું હતું કે પુરૂષોના અન્ડરવેરના વેચાણના આંકડા એક મહત્વનો આર્થિક સંકેત છે. અન્ડરવેર પ્રાઇવેટ કપડું હોય છે અને તે છુપાયેલું હોય છે. તેવામાં આર્થિક સ્થિતિ ખરાબ થવા પર વ્યક્તિ સૌથી પહેલા અન્ડરવેર ખરીદવાનું છોડી દે છે. તેનાથી આવનારા સમયમાં મંદી કે આર્થિક સુસ્તીનો સંકેત મળે છે. અમેરિકા વર્ષ 2007થી 2009 વચ્ચે ઘોર મંદીમાંથી પસાર થયું હતું. 2007ની શરૂઆતમાં દેશમાં મેન્સ અન્ડરવેર સેલમાં ભારે ઘટાડો આવવાનો સરૂ થયો હતો. વર્ષ 2010માં જ્યારે આર્થિક સ્થિતિ સારી થઈ તો પુરૂષ અન્ડરવેરના વેચાણમાં તેજી આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news