Indian Railways એ શરૂ કરી પ્રથમ પોડ હોટલ, 999 રૂપિયામાં મળશે વૈભવી સુવિધાઓ
ભારતીય રેલવે (Indian Railways) એ મુસાફરોને શાનદાર ભેટ આપી છે અને આ કડીમાં મુંબઇ સેંટ્રલ સ્ટેશન (Mumbai Central Railway Station) પર પોતાની માફક પ્રથમ પોડ હોટલ (Pod Hotel) ખુલી ગઇ છે.
મુંબઇ: ભારતીય રેલવે (Indian Railways) એ મુસાફરોને શાનદાર ભેટ આપી છે અને આ કડીમાં મુંબઇ સેંટ્રલ સ્ટેશન (Mumbai Central Railway Station) પર પોતાની માફક પ્રથમ પોડ હોટલ (Pod Hotel) ખુલી ગઇ છે, જેમાં ભારતીય રેલવેના યાત્રી અને સામાન્ય લોકો પણ ખૂબ સસ્તામાં આધુનિક વિશ્રામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે.
ફક્ત 999 રૂપિયા છે ભાડુ
પશ્વિમ રેલવે (ડબ્લ્યૂઆર) ના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર આ પોડ હોટલમાં રોકાવવા માટે 12 કલાકના 999 રૂપિયા અને 24 કલાકના 1,999 રૂપિયા ચૂકવવા પડશે. આ હોટલમાં વાઇફાઇ, ટીવી, એક નાનું લોકર, દર્પણ અને રીડિંગ લાઇટ જેવી મોર્ડન સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
રેલવે સ્ટેશનના પ્રથમ માળ પર બનેલી પોડ હોટલ લગભગ ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. તેમાં કેપ્સૂલની માફક દેખાતા 48 રૂમ છે જેને ક્લાસિક પોડ, પ્રાઇવેટ પોડ (Private Pods) પોડ્સ ફોર વૂમેન અને દિવ્યાંગો માટે વહેચવામાં આવ્યા છે. ક્લાસિક પોડની સંખ્યા 30 છે જ્યારે લેડીઝ માટે આવા 7 પોડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 પ્રાઇવેટ પોડ અને દિવ્યાંગો માટે એક પોડની સુવિધા આપવામાં આવી છે.
હવે કાર ખરીદો, ઇનકમ ટેક્સમાં મળશે ભારે છૂટ! જાણો કેવી રીતે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube