હવે કાર ખરીદો, ઇનકમ ટેક્સમાં મળશે ભારે છૂટ! જાણો કેવી રીતે

ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ના ફક્ત પર્યાવરણ માટે સારા હોય છે પરંતુ આ પારંપારિક ઇંધણથી ચાલનાર ઇંધણની તુલનામાં પણ સારા હોય છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના લીધે મોટી સંખ્યામાં લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ખરીદી રહ્યા છે.

હવે કાર ખરીદો, ઇનકમ ટેક્સમાં મળશે ભારે છૂટ! જાણો કેવી રીતે

નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ના ફક્ત પર્યાવરણ માટે સારા હોય છે પરંતુ આ પારંપારિક ઇંધણથી ચાલનાર ઇંધણની તુલનામાં પણ સારા હોય છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના લીધે મોટી સંખ્યામાં લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ખરીદી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ને ચલાવવામાં ઇંધણવાળા વાહનોના મુકાબલે ઓછો ખર્ચ આવે છે. જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ખરીદવા માંગો છો તો તમે ઇનકમ ટેક્સમાં મોટી છૂટ મેળવી શકો છો. 

તમે પણ લોન પર મેળવી શકો છો ભારે છૂટ
ઇનકમ ટેક્સના નિયમો અનુસાર જોઇ વ્યક્તિ કાર ખરીદે છે તો તેને લોન પર ટેક્સમાં છૂટ મળતી નથી કારણ કે કાર લક્સરી પ્રોડ્ક્ટમાં આવે છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) ખરીદનારા ગ્રાહકોને નવા સેક્શન 80ઇઇબી હેઠળ લોન પર ઇનકમ ટેક્સમાં છૂટ મેળવી શકે છે. જોકે ભારત સરકારના નવા સેક્શન 80ઇઇબી ને એટલા માટે ઉમેરવામાં આવી છે જેથી વધુમાં વધુ લોકો પારંપારિક ઇંધણવાળા વાહનોથી ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) વાહન તરફ શિફ્ટ થાય. 

અમારી સહયોગ વેબસાઇટ ડીએનએમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર સેક્શન 80ઇઇબી હેઠળ લોન પર ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. ટેક્સમાં આ છૂટ દ્વિચક્રી અને ફોર વ્હીલર બંને પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ઉપલબ્ધ છે. 

સેક્શન 80ઇઇબી હેઠળ છૂટ મેળવવા માટે આ શરતોનું કરવું પડશે પાલન:
- આ છૂટનો લાભ કોઇપણ વ્યક્તિ ફક્ત એકવાર જ લઇ શકે છે. એટલે કે ફક્ત તે વ્યક્તિ જેની પાસે પહેલાં ક્યારેય ઇલેક્ટ્રિક વ્હીકલ રહ્યું નથી. સેક્શન 80ઇઇબી હેઠળ લોનમાં છૂટ મેળવી શકે છે. 

- આ છૂટ ફક્ત તે લોકો  માટે છે જે લોન પર ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ માટે લોન ફાઇનેંશિયલ ઇંસ્ટીટ્યૂશન અથવા એનબીએફબીથી લેવી પડશે. 

- ટેક્સમાં મળનાર આ છૂટ બિઝનેસ માટે નહી હોય. ટેક્સમાં છૂટનો લાભ ફ્ક્ત કોઇ વ્યક્તિ જ ઉઠાવી શકે છે. 

- 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ 2023 વચ્ચે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે લોન પર ઇનકમ ટેક્સની છૂટ પ્રાપ્ત કરી શકાય છે. સેક્શન 80ઇઇબી હેઠળ ટેક્સમાં છૂટ નાણાકીય વર્ષ 2020-2021 થી લઇ શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news