Indian Railways આ ટ્રેનના સમયમાં કર્યો ફેરફાર, ગુજરાતમાંથી ચાલનારી આ ટ્રેન પર થશે અસર, ચેક કરો નવો સમય
Indian Railways Timetable: ભારતીય રેલવેએ અનેક પેસેન્ડર ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. મહત્વનું છે કે નવું ટાઇમ ટેબલ (Railway new time table) 1 નવેમ્બર 2021થી લાગૂ થઈ જશે.
નવી દિલ્હીઃ Indian Railways: જો તમે 1 નવેમ્બર બાદ તમે પણ ટ્રેનમાં સફર કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે અથવા તમે રિઝર્વેશન કરાવી રાખ્યું છે તો તમારા માટે જરૂરી સમાચાર છે. ઈન્ડિયન રેલવેએ (Indian Railways) અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. મહત્વનું છે કે નવું ટાઇમ ટેબલ (Railway new time table) 1 નવેમ્બર 2021થી લાગૂ થઈ જશે. તો તમે સફર પહેલાં નવું ટાઇમ ટેબલ ચેક કરી લો.
રેલવે વિભાગે આપી જાણકારી
રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પશ્ચિમ રેલવે તરફથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં અનેક પેસેન્જર ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન અને માલગાડી સામેલ છે. આ સિવાય દેશમાં ચાલનાર આશરે 30 રાજધાની ટ્રેનોનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.
ચેક કરો નવું ટાઇમ ટેબલ
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ અખબારી યાદી જાહેર કરી નવા ટ્રેનના ટાઇમ વિશે જાણકારી આપી છે. પશ્ચિમ રેલવેની જે ટ્રેનોમાં બિન-મોનસૂન સમય લાગૂ કરવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે.
આ પણ વાંચોઃ PNB માં એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે 23 લાખનો ફાયદો, અહીં જાણો વિગત
ટ્રેન નંબર- 09331/09332 કોચુવેલી-ઈન્દોર-કોચુવેલી વીકલી સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર- 09262/09261 પોરબંદર-કોચુવેલી-પોરબંદર વીકલી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર- 09578/0957 જામનગર-તિરૂનેલવેલી-જામનગર, દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર- 09424/09423 ગાંધીધામ-તિરૂનેલવેલી-ગાંધીધામ વીકલી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર- 09260/09259 ભાવનગર-કોચુવેલી-ભાવનગર વીકલી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર- 02908/02907 હાપા-મડગાંવ-હાપા વીકલી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન
આ ટ્રેનનો બદલાયો સમય
તમને જણાવી દઈએ કે રેલવે વિભાગે ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન (Mahesana – Viramgam Passenger Special) ના સમયમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેન 9.20 કલાકની જગ્યાએ 8.55 કલાકે પ્રસ્થાન કરશે. તો પોતાનાસ્થાન પર 10.20 કલાકે પહોંચી જશે. પહેલા આ ટ્રેન છેલ્લા સ્ટોપ પર 10.50 કલાકે પહોંચતી હતી.
ગતિશક્તિ ટ્રેનનું શરૂ કર્યું સંચાલન
આ સિવાય રેલવેએ તહેવારની સીઝનમાં દિલ્હીથી બિહાર જનાર યાત્રીકો માટે ગતિશક્તિ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (Gati shakti superfast special train) નું સંચાલન શરૂ કર્યું છે. આ એસી સ્પેશિયલ ટ્રેન છે. તેની બીજી ખાસ વાત છે કે તેનું ભાડુ બીજી ટ્રેનની તુલનામાં ઓછુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube