PNB માં એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે 23 લાખનો ફાયદો, અહીં જાણો વિગત

PNB MySalary Account: જો તમારૂ પણ PNB માં આ એકાઉન્ટ છે તો તમને 23 લાખનો ફાયદો ફ્રીમાં મળશે. આવો જાણીએ તમે કઈ રીતે પીએનબીમાં એકાઉન્ટ ખોલાવી આ ઓફરનો લાભ લઈ શકો છો. 

PNB માં એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે 23 લાખનો ફાયદો, અહીં જાણો વિગત

નવી દિલ્હીઃ PNB MySalary Account: જો તમે પણ પંજાબ નેશનલ બેન્કના (Punjab National Bank) ગ્રાહક બનો છો તો તમને ફ્રીમાં 20 લાખ રૂપિયાનો ફાયદો મળશે. આ ખાસ ઓફર હેઠળ જો તમે નોકરી કરો છો તો તમારે બેન્કમાં પીએનબી માઈ સેલેરી એકાઉન્ટ  (PNB MySalary Account) ખોલાવવું પડશે. એટલું જ નહીં તેમાં બેન્ક તરફથી તમને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. આવો તમારા આ ખાતા વિશે વિગતવાર માહિતી મેળવીએ. 

PNB આપશે આ સુવિધા
પીએનબી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર તમે તમારી સેલેરીને સારી રીતે મેનેજ કરવા ઈચ્છો છો તો  'PNB MySalary Account' ખાતુ ખોલાવો. તે હેઠળ જો કોઈ સાથે વ્યક્તિગત દુર્ઘટના થાય છે તો વીમાની સાથે ઓવરડ્રાફ્ટ અને સ્વીપની સુવિધાનો પણ લાભ મળશે. 

જાણો કઈ રીતે મળશે 20 લાખનો ફાયદો?
PNB પોતાના સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સને વીમા કવર સહિત અન્ય ફાયદા આપે છે. ઝીરો બેલેન્સ અને ઝીરો ક્વાટર્લી એવરેજ બેલેન્સની સુવિધાવાળા પીએનબી માઈ સેલેરી એકાઉન્ટ (PNB MySalary Account) ખોલાવવા પર તમને 20 લાખ રૂપિયાનું પર્સનલ એક્સીડેન્ટ કવર આપવામાં આવી રહ્યું છે. એટલે કે આ એકાઉન્ટ ખોલાવવા પર તમને ફાયદો જ છે. 

આ એકાઉન્ટની છે 4 કેટેગરી
- તેમાં 10 હજારથી લઈને 25 હજાર માસિક સેલેરીવાળાને 'સિલ્વર' કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 
25001 રૂપિયાથી લઈને 75000 માસિક સેલેરીવાળાને ગોલ્ડની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 
- 75001 રૂપિયાથી લઈને 150,000 રૂપિયા માસિક સેલેરીવાળાને પ્રીમિયમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
150001 રૂપિયાથી વધુ સેલેરીવાળાને પ્લેટિનમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 

જાણો કોને કેટલો ફાયદો મળશે?
બેન્ક તરફથી ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે.
સિલ્વર કેટેગરીવાળાને 50 હજાર સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. 
ગોલ્ડવાળાને 150000, રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. 
પ્લેટિનમ વાળાને 3 લાખ સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. 
આ લિંક https://www.pnbindia.in/salary saving products.html વિઝિટ કરી તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news