નવી દિલ્હી: જો તમે આગામી દિવસમાં ટ્રેન (Train)થી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યો છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યાછે. રેલવે બોર્ડ (Railway Board)ના અધ્યક્ષ વી કે યાદવે શનિવારના જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી 8 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. તેના માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમનું કહેવું છે કે, ટ્રેનોના સંબંધમાં સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Goldમાં રોકાણ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, મળશે સારું વળતર


વધુમાં તેમણે કહ્યું કે, 80 નવી સ્પેશિયલ ટ્રેન અથવા 40 જોડી ટ્રેન 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેના માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન પહેલાથી જ ચાલી રહેલી 230 ટ્રેનોની વધારાની રહેશે. યાદવે કહ્યું કે રેલવે વર્તમાનમાં સંચાલિત તમામ ટ્રેનોના મોનિટરિંગ દ્વારા જાણવા મળશે કે કઇ ટ્રેનોમાં લાંબી વેઇટિંગ લીસ્ટ છે.


રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, સ્પેશિયલ ટ્રેન માટે જ્યારે પણ જરૂરીયાત હશે, જ્યાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ હશે, અમે મૂળ ટ્રેન બાદ તે જ રીતે (ક્લોન) ટ્રેન ચલાવીશું જેથી યાત્રી તેમાં યાત્રા કરી શકે. યાદવે આ પણ કહ્યું કે, પરીક્ષા અથવા અન્ય કોઈ હેતુ માટે રાજ્યોની વિનંતી મળ્યા બાદ રેલ્વે ટ્રેનોનું સંચાલન કરશે.


આ પણ વાંચો:- Petrol Diesel Price: સસ્તુ થયું ડીઝલ, જાણો ગુજરાતમાં શું છે આજે પેટ્રોલનો ભાવ


તમને જણાવી દઇએ કે, ભારતીય રેલવે (Indian Railways) એન્જિનિયરિંગ અને ડોક્ટરી પ્રવેશ પરીક્ષાઓ માટે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યાં છે. બિહારમાં પ્રવેશ પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર