Goldમાં રોકાણ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, મળશે સારું વળતર

જો તમે સોનામાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યાં છો તો તમારા માટે સારી તક છે. સોનામાં ઉપલા સ્તરે આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી આવનારા સમયમાં તમને સારું વળતર મળી શકે છે

Goldમાં રોકાણ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, મળશે સારું વળતર

નવી દિલ્હી: જો તમે સોનામાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યાં છો તો તમારા માટે સારી તક છે. સોનામાં ઉપલા સ્તરે આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી આવનારા સમયમાં તમને સારું વળતર મળી શકે છે. બજારના જાણકોરો અનુસાર સોનું દિવાળી સુધીમાં 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે. એવામાં સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. આવો જાણીએ કે સોનામાં રોકાણ માટે તમારી પાસે કયા સારા વિકલ્પ છે.

સોનામાં રોકાણના વિકલ્પ
ફિઝિકલ ગોલ્ડ
જ્વેલેરી
ગોલ્ડ કોઇન
ગોલ્ડ બાર
ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ
ડિજિટલ ગોલ્ડ

સોનામાં રોકાણ માટે આ વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે રોકાણકારો
સોનામાં રોકાણ કરનાર લોકો પેપર ગોલ્ડ, ગોલ્ડ ETF, સોવરિન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડના સારા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે. આ માધ્યમોથી સોનામાં રોકાણ કરવા પર સોનું ખરીદવું અને બચાવવું સરળ હોય છે. ત્યારે તમારે ગોલ્ડની સુરક્ષાની પણ ચિંતા થતી નથી. ગોલ્ડમાં આ માધ્યમોથી રોકાણ કરવા પર સોનામાં ભેળસેળ અને અશુદ્ધતાની પણ ચિંતા હોતી નથી. જેનાથી તમને રોકાણ પર સારુ વળતર મળે છે.

રોકાણકારો ETF અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યાં છે. આવો જાણીએ આ વિકલ્પો વિશે.

શું છે ETF
ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. ETFના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારની સુરક્ષા હોય છે. ETFનું રિટર્ન ઇન્ડેક્સ પર નિર્ભર કરે છે. ETF શેર માર્કેટમાં લિસ્ટ થયા છે. તેમાં સરળતાથી ખરીદી-વેચાણ થઇ શકે છે. ગોલ્ડ ETF એટલે કે ગોલ્ડ એક્સટેન્જ ટ્રેડેડ ફંડ. તેમાં શેરની જેમ કરી શકો છો રોકાણ. ગોલ્ડ ETFની કિંમત સોનાના ભાવ પર નિર્ભર કરે છે. રોકાણ માટે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. તેમાં સીધા અથવા નિયમિત અંતરાલમાં પૈસાનું રોકાણ કરી શકો છો.

ગોલ્ડમાં રોકાણ સમયે આ વાતનું રાખો ધ્યાન
ગોલ્ડમાં રોકાણનો અર્થ દાગીના ખરીદવા નહીં. ગોલ્ડમાં ફાઇનાન્શિયલ એસેટ તરીકે પણ રોકાણ કરવું જોઇએ. ગોલ્ડ MF અથવા ગોલ્ડ ETF રોકાણ સારો વિકલ્પ છે. ફિઝિકલ ગોલ્ડ રોકાણ માટે સારો વિક્લ નથી. કેમ કે, તેમાં તમારે ગોલ્ડની શુદ્ધતાની ચિંતા અને વેચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સોનામાં રોકાણ કેટલું સુરક્ષિત છે
ગોલ્ડ તમે કઇ રીતે ખરીદી રહ્યાં છો તેના પર સુરક્ષા નિર્ભર કરે છે. ગોલ્ડના દાગીના/કોઇન માટે સુરક્ષાની જરૂરીયાત હોય છે. ત્યારે ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETF જેવા વિકલ્પ વધારે સુરક્ષિત છે. પેપર ફોર્મ ગોલ્ડમાં પ્રબંધનનો ખર્ચ પણ ઘણો ઓછો છે. લાંબા સમયના લક્ષ્યો માટે પેપર ગોલ્ડ ખરીદવું યોગ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news