ઇન્ડિગો એરલાઇન્સમાં જોબ કટ, એરલાઇન્સમાં 10 ટકા લોકોની જશે નોકરી
કોરોના કાળને કારણે હજારો-લાખો લોકોની નોકરી જઇ રહી છે. આ કડીમાં ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે, 10 ટકા લોકોને છૂટા કરવામાં આવશે.
નવી દિલ્હી: કોરોના કાળને કારણે હજારો-લાખો લોકોની નોકરી જઇ રહી છે. આ કડીમાં ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે, 10 ટકા લોકોને છૂટા કરવામાં આવશે.
ઇન્ડિગોને સસ્તી વિમાન સેવા આપનાર કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી રણજય દત્તાએ સોમવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ઉભા થયેલા આર્થિક સંકટના કારણે કંપનીને આ નિર્ણય લેવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:- ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ
દત્તાએ એક નિવેદનમાં કહ્યું કે, તાજેતરની સ્થિતિ અને હાલાતને જોતા કંપની ચલાવતા રહેવા માટે કોઇ બલિદાન આપ્યા વગર આ આર્થિક સંકટથી લડવું અસંભવ થઇ ગયું છે.
તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં, તમામ સંભવિત પગલાઓને ધ્યાનમાં લીધા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે અમારે આપણા કર્મચારીઓને 10 ટકા ઘટાડવા માટે દુ:ખદાયક નિર્ણય લેવાની જરૂર રહેશે. ઈન્ડિગોના ઇતિહાસમાં પહેલીવાર આવું દુ:ખદ પગલું લેવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube