ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉને વાહન બનાવનાર કંપનીઓની કમર તોડી દીધી છે અને મે અને જૂનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા છતાં કાર (Car), મોટર સાઇકલ (Motor Bike) અને ટ્રક (Truck) બનાવનાર કંપનીને ખાસ ફાયદો મળી શક્યો નથી.

Updated By: Jul 20, 2020, 06:49 PM IST
ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ

મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉને વાહન બનાવનાર કંપનીઓની કમર તોડી દીધી છે અને મે અને જૂનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા છતાં કાર (Car), મોટર સાઇકલ (Motor Bike) અને ટ્રક (Truck) બનાવનાર કંપનીને ખાસ ફાયદો મળી શક્યો નથી. હાલની સ્થિતિને જોતાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ઘરેલૂ વાહન કંપનીઓના વાહનમાં ભારે ઘટાડો થયો. તેના લીધે 2020-21ની પ્રથમ ત્રિમાસિકમાં કારોબારના પરિણામ નિરાશાજનક રહી શકે છે. 

નાણાકીય સેવા ફર્મ જેફેરીઝના સોમવારે જાહેર કરેલા એક રિસર્ચમાં આ સંભાવના વ્યક્ત કરી છે. રિપોર્ટના અનુસાર આગામી દિવસોમાં મારૂતિ સુઝુકી (Maruti Suzuki), ટીવીએસ (TVS) અને બજાજ ઓટો (Bajaj Auto) જેવી ઘણા વાહન નિર્માતા કંપનીઓ પોતાના જૂન ત્રિમાસિક પરિણામ જાહેર કરવા જઇ રહી છે. 

93 ટકા સુધી ઘટ્યું છે ટ્રકોનું વેચાણ
જેફેરીઝે એક શોધપત્રમાં કહ્યું એક 'કોવિડ 19 સંકટ વચ્ચે વાહનોના વેચાણમાં ભારે ઘટાડાના લીધે 2020-21ની પ્રથમ ત્રિમાસિક ઘરેલૂ વાહન કંપનીઓ માટે સૌથી ખરાબ ત્રિમાસિકોમાંથી એક રહેવાની આશંકા છે. શોધપત્રના અનુસાર વાર્ષિક આધાર પર યાત્રી વાહન અને દ્વિચક્રી વાહનોના વેચાણમાં આ દરમિયાન 74 થી 78 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ટ્રકોના વેચાણમાં 93 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેકટરોના વેચાણમાં અન્યની અપેક્ષા થોડી કંટ્રોલમાં રહી છે. તેનું વેચાણ 18 થી 20 ટકા ઘટવાની સંભાવના છે. જ્યારે દ્વિચક્રી વાહનોની નિર્યાત 62 ટકા સુધી ઘટી ગયું છે. 

જેફેરીઝે કંપનીની એપ્રિલ-જૂન ત્રિમાસિક વેચાણમાં ઘટાડાના આધારે વર્ષ 2020-21ની ત્રિમાસિકમાં વાહનોના મૂળ સ્પેરપાર્ટ બનાવનાર કંપનીઓની આવકમાં વાર્ષિક આધારે 71 ટકા સુધીનો ઘટાડો આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

જેફેરીઝે આ રિપોર્ટ વિભિન્ન શ્રેણીઓના વાહનો બનાવનાર નવ કંપનીઓના આંકડાનું વિશ્લેષણ કરી બનાવવામાં આવ્યું છે. તેમાં અશોક લીલેંડ, બજાજ ઓતો, હીરો મોટોકોર્પ, મારૂતિ સુઝુકી, આયશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર, બધરસન સૂમી અને ભારત ફોર્જ સામેલ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube