Vegetable Price: દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. કારણ કે વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. વરસાદના કારણે ટમેટાના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે તેવામાં હવે અન્ય શાકભાજી અને ફળના ભાવ પણ ત્રણ આંકડામાં બોલાઈ રહ્યા છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શું તમે નોકરી કરો છો ? તો આ યોજના તમારા માટે જ છે, નોકરિયાત લોકોને થશે 7 લાખનો ફાયદો


મુકેશ અંબાણીનો સૌથી મોટો નિર્ણય, જેની પાસે છે રિલાયંસના શેર તેને થશે સૌથી મોટો ફાયદો


પોસ્ટ ઓફિસની આ 3 નાની બચત યોજનાના વ્યાજ દરમાં કરાયો વધારો, આ બચત યોજના કરશે માલામાલ


દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં લગભગ 30 થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટમેટાના છૂટક ભાવ 150 પ્રતિ કિલો પહોંચી ગયા છે. સાથે જ  કેટલાક રાજ્યોમાં બટેટાના ભાવ પણ 60 રૂપિયા પ્રતિ કિલો થયા છે. આ સિવાય મરચાં, ભીંડા સહિતના શાક પણ 100 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આદુના ભાવ પણ ત્રણ આંકડામાં પહોંચ્યા છે. 


નિષ્ણાંતોનું કહેવું છે કે જો આગામી એક સપ્તાહ સુધી આ રીતે જ વરસાદ ચાલુ રહેશે તો શાકભાજી અને ફળોના ભાવમાં હજુ પણ વધારો થશે. પરંતુ જો વરસાદ ઓછો થાય તો થોડા અઠવાડિયામાં ભાવમાં ઘટાડો થવા લાગશે. જ્યાં સુધી ટમેટાના ભાવની વાત છે તો આ મહિનાના અંત સુધીમાં ભાવ ફરીથી સામાન્ય થઈ શકે છે. 
 
ટમેટાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે ટમેટાની સપ્લાય બાધિત થઈ છે જેના કારણે ભાવમાં વધારો થયો છે. જો કે હજુ પણ આ રાજ્યોમાં ભારે વરસાદ યથાવત છે તેથી ટમેટાના ભાવ સામાન્ય થતાં હજુ થોડો સમય લાગશે.