શું તમે નોકરી કરો છો ? તો આ યોજના તમારા માટે જ છે, નોકરિયાત લોકોને 7 લાખનો ફાયદો કરાવશે સરકાર

Employee Provident Fund: ઈપીએફઓ તરફથી ત્રણ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ઈપીએફ સ્કીમ, પેંશન યોજના અને કર્મચારી જમા લિંક્ટ વીમા યોજના. જેમાંથી ઈડીએલઆઈ યોજના બધા જ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત જો કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેના નોમિનીને 7 લાખ રૂપિયા ડેથ બેનિફિટ મળે છે. 

શું તમે નોકરી કરો છો ? તો આ યોજના તમારા માટે જ છે, નોકરિયાત લોકોને 7 લાખનો ફાયદો કરાવશે સરકાર

Employee Provident Fund: જો તમે નોકરી કરો છો અને ઈપીએફઓના સભ્ય છો તો તમને આ જાણકારી હોય તે જરૂરી છે. આ યોજના નોકરી કરતાં લોકો માટે ફાયદાકારક છે. જો કે મોટાભાગના કર્મચારીઓ આ યોજના અંગે જાણતા નથી. ઈપીએફઓ તરફથી ત્રણ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ઈપીએફ સ્કીમ, પેંશન યોજના અને કર્મચારી જમા લિંક્ટ વીમા યોજના. જેમાંથી ઈડીએલઆઈ યોજના બધા જ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત જો કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેના નોમિનીને 7 લાખ રૂપિયા ડેથ બેનિફિટ મળે છે. 

આ પણ વાંચો:

ઈડીએલઆઈ યોજના અંતર્ગત ઈપીએફઓના કર્મચારીઓની દુર્ભાગ્યપૂર્ણ મોત થવાના કિસ્સામાં તેના પરિવારના સભ્યોને વીમા સુરક્ષા આપવામાં આવે છે. આ યોજનાને 1976માં શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત ઈપીએફઓના બધા જ નામાંકિત કર્મચારીઓ આ યોજના માટે યોગ્ય ગણાય છે. 

ઈડીએલઆઈનું કેલક્યુલેશન સરળ છે. જેમકે તમારો પગાર 15,000 રૂપિયા છે તો વધુમાં વધુ લિમિટ 35 ગુણ્યા 15,000 થાય છે. એટલે કુલ રકમ 5.25 લાખ રૂપિયા થાય છે. સાથે જેમાં 1.75 લાખ રૂપિયાનું બોનસ જોડાઈ જાય છે. આમ કુલ મળીને 7 લાખ રૂપિયાની રકમ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news