₹11 ના શેરમાં આવ્યું તોફાન, એક વર્ષમાં 122 રૂપિયા પર પહોંચ્યો ભાવ, ઈન્વેસ્ટરોને મોટો ફાયદો
Stock Market News: તમને જણાવી દઈએ કે કંપનીને પહેલા કેબી સ્ટીલ લિમિટેડના નામથી ઓળખવામાં આવી હતી અને ડિસેમ્બર 2008માં તેનું નામ બદલી ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું.
Intellivate Capital Ventures share: વર્ષ 2023માં વૈશ્વિક અને ઘરેલૂ સ્તર પર અનેક પડકારો છતાં શેર બજારે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સેન્સેક્સ પ્રથમવાર 72 હજારના આંકડાને પાર પહોંચ્યો તો નિફ્ટીએ પણ 21 હજારની સપાટી વટાવી છે. આ વર્ષે ઘણા પેની સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો એક પેની સ્ટોક- ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સનો છે. આ સ્ટોકે 2023માં ₹11.63 થી 122.11 રૂપિયાની સફર પૂરી કરી છે. તે વર્ષ-દર-દિવસ (YTD)950 ટકા સુધીનું રિટર્ન દેખાડે છે. તેવામાં જે ઈન્વેસ્ટરોએ આ પેની સ્ટોકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું, આ વર્ષે તેની વેલ્યૂ 1.05 લાખ થઈ ગઈ હશે.
ક્યારે કેટલું રિટર્ન
વર્ષ 2023ના 12 મહિનામાંથી 10 મહિનામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. પાછલા જુલાઈ મહિનામાં શેરમાં સૌથી વધુ ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન સ્ટોકે 83 ટકાનું રિટર્ન આપ્યું છે. ઓગસ્ટ અને જૂન મહિના દરમિયાન આ શેરમાં 55 ટકાનો વધારો થયો છે.
મેથી ઓક્ટોબર વચ્ચે આ શેર 634 ટકા વધ્યો છે. ડિસેમ્બરમાં અત્યાર સુધી 35 ટકાથી વધુની તેજી આવી ચુકી છે. આ શેર 27 ડિસેમ્બરે 122.11 રૂપિયાના પોતાના ઉચ્ચ સ્તરે પણ પહોંચી ગયો. તે 2 જાન્યુઆરી 2023ના પોતાના 52 સપ્તાહના નિચલા સ્તર 11.63 રૂપિયાથી 950 ટકા વધી ગયો છે.
આ પણ વાંચોઃ સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના રેટ
કેવા રહ્યાં પરિણામ
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ એક વર્ષ પહેલાના 1 લાખ રૂપિયાથી વધી 9 લાખ રૂપિયા થઈ ગયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનું રેવેન્યૂ ઘટી 13 લાખ થઈ ગયું, જ્યારે પાછલા વર્ષે સમાન ગાળામાં 20 લાખ હતું. તેની કુલ આવક પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધી 98 લાખ થઈ, જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 23 લાખ હતી.
કંપની વિશે જાણો
ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સ ભારતમાં નાણાકીય સલાહ, ચર્ચા અને ઈન્વેસ્ટમેન્ટ સેવાઓ આપે છે. તે પોતાના ગ્રાહકોને મર્ચેંટ બેન્કિંગ જેમ કે ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન ઉપલબ્ધ કરાવે છે. આ રીતે રીતે કંપની ગ્રાહકોની લોન, ઈક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ ગતિવિધિઓના રૂપમાં ફન્ડિંગ સોલ્યુશન પણ પ્રદાન કરે છે. કંપનીને પહેલા કેબી સ્ટીલ લિમિટેડના નામથી ઓળખવામાં આવી હતી અને ડિસેમ્બર 2008માં તેનું નામ બદલી ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું. આ કંપની હરિયાણાના ગુરૂગ્રામમાં આવેલી છે.
આ પણ વાંચોઃ હવે IPO પણ રડાવવા લાગ્યા? આજે 3 કંપનીઓનું લિસ્ટિંગ પણ રોકાણકારો થયા નિરાશ!
નોંધઃ આ માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube